Western Times News

Gujarati News

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું

ગોધરા,રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ પંચમહાલ દ્વારા ગુરૂવારે મંચના હોદેદારો , કાર્યકરો દ્વારા મોટી સંખ્યામાં પ્લે કાર્ડ , બેનર સાથે દેશનાં રાષ્ટ્રપતિને પંચમહાલ ઉદ્દેશીને કલેકટર મારફતે આવેદનપત્ર આપતા રજૂઆત કરવામાં આવી હતી કે તા .20 એપ્રિલે વડગામના ધારાસભ્ય મેવાણીની આસામ જીગ્નેશ મેવાણીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી .

ત્યારે ધારાસભ્યને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે . એક સામાન્ય ટ્વીટનાં મામલે તેઓ સામે રાજકીય કિન્નાખોરી રાખી તેઓની ધરપકડ કરી છે અને તેઓની ગરિમાને ઠેસ પહોંચાડી છે . તેમના અવાજને દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે .

સમગ્ર દેશમાં દરેક વર્ગ દરેક ધર્મના લોકો ભાઈચારા અને બંધુતાની ભાવના થકી જીવન નિર્વાહ કરી શકે તેવો બંધારણીય દરજ્જો દેશનું સંવિધાન આપે છે . તે મુજબ આપ પાસે જે અધિકારિકતાનો દરજ્જો છે તે દરજ્જાને ગુલામીથી નહિ પણ સાચા અર્થમાં અમલમાં લાવીને કાર્યવાહી કરવામાં  આવે તેવી માંગણી સાથે અમારી રજૂઆત છે .

ત્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની તાત્કાલિક રિહાઇ કરવામાં આવે તેવી રજૂઆત રાષ્ટ્રીય દલિત અધીકાર મંચ પંચમહાલ દ્વારા કરવામાં આવી હતી.

તસ્વીર: મનોજ મારવાડી, ગોધરા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.