કરજણમાં બે કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો
વડોદરા, વડોદરા જિલ્લાના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. .વડોદરા શહેર, કરજણ, ડભોઈ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. વડોદરા શહેરના રાવપુરા, સમાં, નિઝમપુરા, સયાજીગંજ, ફતેહગંજ, કારેલીબાગ, આજવા રોડ, વાઘોડિયા રોડ સહિત વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. 2.5 inches of rain in two hours in Karjan
કરજણ તાલુકામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા હતા. કરજણ શહેરમાં નવા બજાર વિસ્તારમાં આવેલ શાહ એન બી સાર્વજનિક હાઇસ્કૂલમાં પાણી ભરાયા હતા. તે સિવાય કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલ જીમ્ૈં બેન્ક સામે પણ પાણી ભરાયા હતા. તો કરજણના જૂના બજાર, નવા બજાર, નેશનલ હાઇવે, સિવિલ કોર્ટ, આમોદ રોડ, સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જાે કે વરસાદ શરૂ થવાની સાથે જ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા.
રેલવે ઓવર બ્રિજ પરથી છઁસ્ઝ્ર સર્વિસ પર જતાં રોડ પર પાણી ભરાયા હતા. તો આમોદ રોડ તરફથી તાલુકા પંચાયત તરફ જતા પબ્લિક સ્કૂલ રોડ પાણી પાણી થયા હતા. આ તરફ ડભોઇ પંથકમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. સાઠોદ, શંકરપુરા, તેનતલાવ, મંડાળા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો હતો.
વરસાદના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહેવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગના મતે ૧૬ જૂલાઈથી વરસાદનો ત્રીજાે રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે.
૧૫ જૂલાઇના જામનગર, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પાટણ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસશે. તો ૧૬ જૂલાઇના પોરબંદર, જામનગર, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, અને પાટણમાં ભારે વરસાદ વરસશે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો ૪૮ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં ૧૧૨ ટકા વરસાદ વરસ્યો છે.SS1MS