Western Times News

Gujarati News

પિડિલાઇટની ફેવીક્રિએટે કલા અને હસ્તકલા દ્વારા સર્જનાત્મકતા વધારવા માટે સરકાર સાથે હાથ મિલાવ્યા

ગુજરાત સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

અમદાવાદ, કન્સ્ટ્રક્શન અને સ્પેશિયલ્ટી કેમિકલ્સ તથા આર્ટ અને ક્રાફ્ટ પ્રોડક્ટ્સની અગ્રણી ઉત્પાદક પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગુજરાત સરકાર સાથે એક વર્ષ-લાંબા સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કર્યા છે, જેનું પ્રતિનિધિત્વ ગુજરાત કાઉન્સિલ ઓફ સ્કૂલ એજ્યુકેશન (GCSE) કરે છે. આ સહયોગનો ઉદ્દેશ સમગ્ર ગુજરાત રાજ્યમાં કલા અને હસ્તકલા દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા અને વધારવાનો છે. Pidilite’s Fevicreate Joins Forces with Gujarat Government

પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર શ્રી સુધાંશુ વત્સે જણાવ્યું હતું કે, “અમે ગુજરાત રાજ્ય સરકાર સાથેની અમારી ભાગીદારીની જાહેરાત કરતાં રોમાંચિત છીએ જે શિક્ષણને આગળ વધારવા અને બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાના અમારા વિઝનને અનુરૂપ છે.

પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં, અમે અમારા ‘ફેવિક્રિએટ’ પ્રોગ્રામ દ્વારા છેલ્લા અનેક વર્ષોથી દેશભરની શાળાઓ સાથે સક્રિયપણે સંકળાયેલા છીએ. આ પહેલે શિક્ષકોને કલા અને હસ્તકલા સામગ્રી સાથે સહાય કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેનાથી તેઓ  વિદ્યાર્થીઓની રચનાત્મક અને જ્ઞાનાત્મક ક્ષમતાઓને વધે તેવા આકર્ષક અભ્યાસક્રમ બનાવી શક્યા છે.

અમે અમારા યોગદાન માટે આતુર છીએ. અમે રાજ્યમાં સર્વગ્રાહી શિક્ષણ વિકાસને ટેકો આપવા માટે અમારી નિપુણતા અને સંસાધનો સાથે પ્રદાન કરવા આતુર છીએ. સાથે મળીને, અમારો હેતુ શિક્ષકોને સશક્ત કરવાનો, વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતાને પોષવાનો અને અંતે શિક્ષણની એકંદર ગુણવત્તા અને અનુભવને વધારવાનો છે.”

ગુજરાત કાઉન્સિલ ઓફ સ્કૂલ એજ્યુકેશન (જીસીએસઇ), ગુજરાત સરકાર એમઓયુ પર હસ્તાક્ષર કરીને પિડિલાઇટ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથેના અમારા સહયોગની જાહેરાત કરતાં અમે આનંદ અનુભવીએ છે. ગુજરાત સરકાર આપણા રાજ્યમાં શાળા શિક્ષણના સર્વાંગી વિકાસ માટે એક વ્યાપક વ્યૂહાત્મક યોજના તરફ સક્રિયપણે કામ કરી રહી છે.

સરકારનું ધ્યાન શિક્ષણની એકંદર ગુણવત્તા વધારવા માટે સિસ્ટમ-સ્તરની કામગીરીમાં સુધારો કરવા અને શાળાકીય પરિણામોમાં વધારો કરવા પર કેન્દ્રિત છે. આ ભાગીદારી દ્વારા, સરકાર ગુજરાતમાં કલા અને હસ્તકલાના શિક્ષણની ગુણવત્તાને વધુ આગળ વધારવા માટે પિડિલાઇટની કુશળતા અને સંસાધનોનો લાભ લેવાનું લક્ષ્ય રાખીએ છીએ.”

પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં એક પ્રાયોગિક કાર્યક્રમ શરૂ કર્યો છે. આ પહેલ શિક્ષકોને વ્યાપક તાલીમ અને સંસાધનો પ્રદાન કરશે અને વર્ગ 1થી ધોરણ 8 સુધીના બાળકો માટે તૈયાર કરવામાં આવેલી આકર્ષક કલા અને હસ્તકલા પ્રવૃત્તિઓને અમલમાં મૂકવા સક્ષમ બનાવશે.

www.fevicreate.com પ્લેટફોર્મ દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીની આસપાસ કેન્દ્રિત 500થી વધુ આકર્ષક કલા અને હસ્તકલાની પ્રવૃત્તિઓ એક્સેસ કરી શકશે. પ્રાયોગિક તબક્કા દરમિયાન મળેલા પ્રતિસાદનું કાળજીપૂર્વક વિશ્લેષણ કરીને અમલીકરણના આગામી તબક્કાને સુધારવામાં અને તૈયાર કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.