Western Times News

Gujarati News

2022માં સુરતમાં અને 2024માં રાજકોટમાં બિઝનેસ સમિટ યોજાશે

ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનો પ્રારંભ, સરદાર પટેલની 50 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ, વડોદરામાં પણ સરદારધામ બનશે

• સરદારધામ ખાતે મુખ્યમંત્રીના હસ્તે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ

• સરદારધામ તરફથી માર્ગદર્શન મળ્યું હોય એવા 300 ઉમેદવારને સરકારી નોકરી મળી છેઃ નાયબ મુખ્યમંત્રી

વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલા સરદારધામ ખાતે મુખ્યમંત્રીએ સરદાર પટેલની 50 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ત્યાર બાદ ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2020નો પ્રારંભ થયો હતો. આ બિઝનેસ સમિટમાં આવેલા પાટીદાર ઉદ્યોગપતિઓ અને મહેમાનોનું ગુલાબની પાંખડીઓથી સરદારધામ અને આયોજકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ સમિટ 3 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી સુધી ચાલશે. તેમજ વડોદરામાં પણ સરદારધામ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ પ્રસંગે સરદારધામના પ્રમુખ સેવક ગગજી સુતરિયાએ જાહેરાત કરી હતી કે, વર્ષ 2022માં સુરતમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ સુરતમાં યોજાશે જ્યારે 2024ની ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ રાજકોટમાં યોજાશે. વડોદરામાં પણ સરદારધામ બનાવવામાં આવશે.

પાટીદારો ખેતીથી માંડી તમામ ક્ષેત્રોમાં છેઃ નાયબ મુખ્યમંત્રી

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, પાટીદારો ખેતીથી માંડી તમામ ક્ષેત્રોમાં છે. હંમેશા સમાજના દાતાઓ મદદરૂપ થાય છે. કેટલાક લોકો ગુજરાતમાં સરકારી નોકરી ન મળતી હોવાનો આક્ષેપ કરે છે. અમે તેનો જવાબ તો આપીએ જ છીએ. પાંચ વર્ષમાં દોઢ લાખથી વધુ સરકારી નોકરીઓ આપી છે. તેમજ સરદારધામ તરફથી માર્ગદર્શન મળ્યું હોય એવા 300 ઉમેદવારને સરકારી નોકરી મળી છે. બધાને સરકારી નોકરી આપી છે, તેનો જવાબ સરકારવતી સરદારધામે આપ્યો છે.

નાયબ મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભાવોની હાજરી

સમિટના પ્રથમ દિવસે સરદાર આ પ્રસંગે ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રતિમા માટે દાન આપનાર રણછોડભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ સિવાય કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મહેસુલ મંત્રી કૌશિક પટેલ અને ઉર્જા મંત્રી સૌરભ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.