Western Times News

Gujarati News

Bopal-Ghuma સહિત નવા વિસ્તારોનાં Property Tax બિલમાં રપ% રાહત અપાઇ

(એજન્સી)અમદાવાદ, તાજેતરમાં શહેરના ભાજપના શાસકો દ્વારા આગામી નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ માટે રૂ. ૯૪૮ર કરોડનું રિવાઈઝ્‌ડ બજેટ જાહેર કરાયું હતું. મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસનના રૂ. ૮૪૦૦ કરોડના ડ્રાફ્ટ બજેટમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ દ્વારા રૂ. ૧૦૮ર કરોડનો વધારો કરાયો છે.

25% relaxation in property tax bill of new areas including Bopal-Ghuma

આ રિવાઈઝ્‌ડ બજેટમાં શાસક પક્ષ દ્વારા અનેક નાગરિકલક્ષી જાહેરાત કરાઈ છે, જેમાં બોપલ-ઘુમા સહિતના નવા ઉમેરાયેલા વિસ્તારોમાં રહેતા કરદાતાઓ માટે આગામી નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ના પ્રોપર્ટી ટેક્સબિલમાં રપ ટકા રાહત આપવાની મહત્ત્વની બાબતનો પણ સમાવેશ થાય છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ દ્વારા એડવાન્સ પ્રોપર્ટી ટેક્સબિલમાં ૧૦ ટકાના બદલે ૧ર ટકા રિબેટ આપવાની જાહેરાત કરાઈ છે. જેમાં ત્રણ વર્ષ સુધી એડ્‌વાન્સ ટેક્સ ચૂકવનાર કરદાતાને ઓનલાઈન પેમેન્ટ સહિતની બાબતો સાથે ટેક્સબિલમાં ૧પ ટકા જંગી રિબેટ મળનાર છે.

મ્યુનિ. બિલ્ડિંગ આવેલી ટ્રસ્ટની હોસ્પિટલોના પ્રોપર્ટી ટેક્સબિલમાં ૭૦ ટકા રિબેટ તેમજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કરવામાં આવતાં ફિઝિયોથેરાપી સેન્ટરના પ્રોપર્ટી ટેક્સબિલમાં ૭૦ ટકા રિબેટ ચોક્કસ શરતોને આધીન આપવાની જાહેરાત ચેરમેન હિતેશ બારોટ દ્વારા કરાઈ છે.

બોપલ-ઘુમા નગરપાલિકા, ચિલોડા, નરોડા ગ્રામ પંચાયત, કઠવાડા ગ્રામ પંચાયત, સનાથલ, વીસલપુર, અસલાલી, ગેરતનગર, બિલાસિયા, રણાસણ, ખોડિયાર જેવા નવા વિસ્તારોના પ્રોપર્ટી ટેક્સ કરદાતાઓને આગામી નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ના પ્રોપર્ટી ટેક્સબિલમાં રપ ટકા રાહત આપવાની જાહેરાત પણ ચેરમેન બારોટ દ્વારા કરાઈ છે. વર્તમાન નાણાકીય વર્ષ ર૦રર-ર૩ના પ્રોપર્ટી ટેક્સબિલમાં આ વિસ્તારના કરદાતાઓને પ૦ ટકા રાહત અપાઈ છે.

અગાઉ ચાંદખેડા તથા મોટેરા જેવા વિસ્તારો કોર્પોરેશનની હદમાં ભેળવાયા હતા તે વખતે જે મુજબ ત્યાંના કરદાતાઓને પ્રોપર્ટી ટેક્સબિલમાં રિબેટ અપાયું હતું તે જ ?રીતે બપોલ-ઘુમા સહિતના નવા વિસ્તારો માટે રિબેટ સ્કીમને ભાજપના સત્તાધીશોએ અપનાવી છે.

ગત નાણાકીય વર્ષ ર૦ર૧-રરના પ્રોપર્ટી ટેક્સબિલમાં બોપલ-ઘુમાવાસીઓને પ્રોપર્ટી ટેક્સબિલમાં ૭પ ટકા રાહત અપાઈ હતી, જે હવે આગામી નાણાકીય વર્ષ ત્રીજું વર્ષ થનાર હોઈ હવે આ રાહત ઘટીને રપ ટકા થશે, જાેકે બોપલ-ઘુમાના ૪૦ હજાર જેટલા પ્રોપર્ટી ટેકસધારકોને આ રાહતનો લાભ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.