Western Times News

Gujarati News

TMKOC:શૈલેષ લોઢાને પેમેન્ટ ન આપ્યું હોવાની ખબર આસિત મોદીએ ફગાવી

મુંબઈ, છેલ્લા ૧૪ વર્ષથી ટીવી સ્ક્રીન પર રાજ કરી રહેલો શો ‘Tarak Mehta ka Ooltah Chashma’ કોઈને કોઈ કારણથી લાઈમલાઈટમાં રહે છે… ક્યારેક તેના કન્ટેન્ટ તો ક્યારેક કોન્ટ્રોવર્સીના કારણે.

TMKOC સૌથી વધારે વિવાદમાં ત્યારે આવ્યો હતો જ્યારે ક્રિએટીવ મતભેદ અથવા કોઈ અન્ય કારણથી કેટલાક એકટર્સે શો છોડીને જતાં રહ્યા હતા. ‘તારક મહેતા’ના પાત્રમાં જાેવા મળેલા શૈલેષ લોઢાએ ગત વર્ષે શો છોડ્યો હતો અને ત્યારબાદ સચિન શ્રોફે તેમને રિપ્લેસ કર્યા હતા. તેમના અંગે કેટલાક રિપોર્ટ્‌સમાં તેવું કહેવાયું હતું કે, તેમને એક વર્ષથી પેમેન્ટ મળ્યું નથી.

આ મુદ્દા પર પ્રોડ્યૂસર આસિત કુમાર મોદીનું રિએક્શન સામે આવ્યું છે. શૈલેષ લોઢાને છેલ્લા એક વર્ષનું મહેનતાણું ન આપ્યું હોવા અંગે આસિત કુમાર મોદીએ કહ્યું હતું કે ‘હું કોઈની મહેનતના પૈસા મારા ખિસ્સામાં રાખીને શું કરીશ? ભગવાને મને ઘણું આપ્યું છે, સૌથી વધારે તો મને પ્રેમ આપ્યો છે. હું એવો નથી કે લોકોના પૈસા પોતાની પાસે રાખું અને આપું નહીં. મને ખુશી કે હું લોકોને હસાવું છું’.

TMKOC: Asit Modi denied reports of non-payment to Shailesh Lodha

આ સાથે તેમણે ખુલાસો કર્યો હતો કે, જાે કોઈ ભૂલ હશે તો તેઓ જરૂરથી સ્વીકારશે અને હકીકત જણાવશે, પરંતુ હાલ તો આ રિપોર્ટ્‌સ પાયાવિહોણા છે. રિપોર્ટ્‌સમાં કહેવામાં આવ્યું હતું કે, શૈલેષ લોઢા તેમના પેમેન્ટની રાહ જાેઈ રહ્યા છે પરંતુ હજી મળ્યું નથી અને પ્રોડ્યૂસર આ મુદ્દે ધ્યાન પણ આપી રહ્યા નથી.

આ સિવાય આશરે બે વર્ષ પહેલા શો છોડનારી નેહા મહેતા, જે અંજલીભાભીના રોલમાં હતી તેને પણ ૩૦થી ૪૦ લાખ જેટલી મોટી રકમ લેવાની બાકી છે. વાતચીત કરતાં પ્રોજેક્ટ હેડ સુહિલ રામાણીએ કહ્યું હતું કે, દરેક કંપનીની એક પ્રક્રિયા હોય છે, જે અનુસરવી જરૂરી છે. શૈલેષ લોઢાને પેપર્સ પર સહી કરીને પેમેન્ટ લઈ જવા અંગે ઘણીવાર કહેવામાં આવ્યું છે પરંતુ તેઓ આવ્યા નથી.

ફોર્માલિટી પૂરી ન કરે ત્યાં સુધી કોઈ કંપની પેમેન્ટ આપતી નથી. શૈલેષ લોઢાની વાત કરીએ તો તેઓ ૧૪ વર્ષથી શો સાથે જાેડાયેલા હતા. તેઓ જેઠાલાલના પરમમિત્ર તારક મહેતાનું પાત્ર ભજવતા હતા. જાે કે, ગત વર્ષે તેમણે શો છોડી દીધો હતો અને આ અંગે કોઈ ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી.

કેટલાક રિપોર્ટ્‌સમાં કહેવામાં આવ્યું હતું કે, તેમના પાત્રનો વિકાસ થઈ રહ્યો નહોતો તો કેટલાકમાં શૈલેષ લોઢા સામે બાકી કલાકારોએ ટીમ બનાવી હોવાનું કારણ આગળ ધરવામાં આવ્યું હતું. એક ઈન્ટરવ્યૂમાં પણ એક્ટરે કહ્યું હતું, સમય આવે તો કારણ જણાવી દેશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.