25000 કરોડના કૌભાંડ મામલે મુંબઇ પોલીસે અજીત પવારને ક્લીન ચિટ આપી
મુંબઇ, મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના લીડર અજીત પવાર સમેત 69 લોકોને મુંબઇ પોલીસે મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં કથિત કૌભાંડ મામલે ક્લિન ચીટ આપી છે. મુંબઇ પોલિસે ઇકોનોમિક ઓફેંસ વિંગને એફઆઇઆર દાખલ કરાવ્યાના એક વર્ષ પછી એક સત્ર કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. પોલીસે કહ્યું કે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પુરતા પુરાવા નથી.
આ પછી કથિત કૌભાંડમાં બોમ્બે હાઇકોર્ટે ઇકોનોમિક ઓફેંસ વિંગની એફઆઇઆર દાખલ કરાવાનો આદેશ આપ્યો છે. કથિત કૌભાંડની લિસ્ટમાં મંત્રી જયંત પાટિલ પણ સામેલ હતા. આરોપ હતો કે આ સમૂહના દોરીસંચારથી સરકારને 25,000 કરોડ રૂપિયાનું નુક્શાન થયું.
ઇડીએ પણ મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો હતો. ઇડી તપાસ દરમિયાન અજિત અને એનસીપી મુખિયા શરદ પવારનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. ઇડીએ કહ્યું કે આ તપાસ તે વખતે કરી હતી જ્યારે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની NDA સરકાર હતી. મુંબઇ મિરરની એક રિપોર્ટમાં સત્ર કોર્ટમાં દાખલ કરવામાં આવેલ ક્લોઝર રિપોર્ટમાં ઇડીએ આનો વિરોધ કર્યો હતો.