Western Times News

Gujarati News

દેશમાં કોરોના ધીરે ધીરે માથું ઉંચકી રહ્યો છે

ગયા નવેમ્બર બાદ સંક્રમણનો આ સૌથી મોટો આંકડો છે

ગયા સાત દિવસોમાં સંક્રમણના ૨૬૭૧ કેસ સામે આવ્યા છે

દેશમાં ૧૧૪ દિવસ બાદ સંક્રમણનો આંકડો ૫૦૦ને પાર

નવી દિલ્હી, દેશમાં H3N2 ઈન્ફ્લુએન્ઝાના ખતરા વચ્ચે કોરોના સંક્રમણ એક વાર ફરી માથું ઉંચકી રહ્યું છે. ૧૧૪ દિવસ બાદ એક દિવસમાં કોરોનાના ૫૨૪ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ સારવાર લઈ રહેલાં દર્દીઓની સંખ્યા ૩૬૧૮ થઈ ચૂકી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે સવારે આઠ વાગે જાહેર કરેલા આંકડા મુજબ, કેરળમાં સંક્રમણથી એક દર્દીનું મોત થઈ ચૂક્યું છે. જે બાદ મૃતકોની સંખ્યા ૫૩૦૭૮૧ પર પહોંચી ગઈ છે. 2671 cases of infection were reported in seven days

ગયા સાત દિવસોમાં સંક્રમણનો આંકડો પણ બે ગણો થઈ ચૂક્યો છે. ગયા શનિવારે દેશમાં સંક્રમણના ૫૨૪ નવા કેસ સામે આવ્યા હતા. મહારાષ્ટ્ર અને દક્ષિણના રાજ્યોમાં સંક્રમણમાં તેજી જાેવા મળી રહી છે. ગયા સાત દિવસોમાં કર્ણાટકમાં ૫૮૪, કેરળમાં ૫૨૦ અને મહારાષ્ટ્રમાં ૫૧૨ નવા કેસ સામે આવ્યા હતા. કુલ મળીને અનેક રાજ્યોમાં કોરોનાના કેસ વધી તો રહ્યા છે.

ગયા સાત દિવસોમાં ૯૭ નવા કેસ સામે આવ્યા છે. ભારતમાં H3N2ના કેસ વધી રહ્યા છે અને કેન્દ્ર સરકાર પણ ચિંતામાં છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને એક સૂચના પણ આપી છે. કેન્દ્ર સરકારે કહ્યું કે, આનાથી તરત નિપટવાની જરુર છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ઈન્ફ્લુએન્ઝા જેવી બીમારી કે ગંભીર શ્વસન સંક્રમણના કેસોમાં દેખેરેખ રાખવા અને દિશાનિર્દેશોનું પાલન કરવા માટે અપીલ કરી છે.

ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી હાર્ટ અટેક સંબંધિત કેસોમાં પણ વધારો થયો છે. બેઠાં બેઠાં કે ચાલતા ચાલતા હાર્ટ અટેક આવતા લોકોનાં મોત થયા હોવાના સમાચાર પણ ચર્ચામાં છે. હૃદય રોગ વિશેષજ્ઞ અને નોઈડાના ફોર્ટિસ હોસ્પિટલના હૃદય વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉક્ટર અજય કૌલનું કહેવું છે કે, ૩૦-૪૦ વર્ષ પહેલાં હૃદય રોગનો હુમલો થવાની ઘટના ખૂબ જ ઓછી બનતી હતી.

ધીરે ધીરે અનેક ચીજવસ્તુઓ બદલાઈ ગઈ છે. આના કરાણે લોકોની આદતોમાં પણ ખૂબ ફેરફાર થયો છે. ધુમ્રપાન, દારુનું સેવન, ડાયાબિટીસ અને સાથો સાથો તણાવ હોવો એ સામાન્ય બની ગયુ છે. આના કારણે જ હાર્ટ અટેકના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.