Western Times News

Gujarati News

સ્પેનિશ પેરા ઓપન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ડબલ્સમાં ભાવિના, સોનલને ગોલ્ડ મેડલ

ગાંધીધામઃ પ્લેટજા ડી આરો ખાતે યોજાયેલી ITTF કોસ્ટા બ્રાવા સ્પેનિશ પેરા ઓપન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ટોક્યો ઓલિમ્પિક ગેમ્સની સિલ્વર મડલ વિજેતા ગુજરાતની ભાવિના પટેલ તથા તેના લાંબા સમયની જોડીદાર સોનલ પટેલે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જોડીએ વિમેન્સ ડબલ્સ (ક્સ 5-10) કેટેગરીમાં ભાગ લીધો હતો. Bhavina and Sonal won doubles gold in ITTF Costa Brava Spanish Para Open table tennis tournament.

અમદાવાદની જોડીએ અગાઉના રાઉન્ડમાં આસાન વિજય    હાંસલ કર્યા હતા કેમ કે તેમણે બ્રાઝિલની સાન્ટોસ અમારલ અને ઇઝરાયેલની કેરોલિના તબિબને 3-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

જોકે ફાઇનલમાં કોરિયાની મિ લી અને મિ શિનની જોડી સામે ભારતીય  જોડી એક સમયે 0-2થી પાછળ હતી અને તેનો પરાજય નિશ્ચિત લાગતો હતો. જોકે અમદાવાદી ખેલાડીઓએ હિંમત હાર્યા વિના આગળ ધપવાનું પસંદ કર્યું હતું અને આગામી ત્રણ ગેમ જીતીને મેચ પોતાની તરફેણમાં કરી સફળતા હાંસલ કરી હતી.

આ ઉપરાંત ભાવિનાએ વિમેન્સ સિંગલ્સ ક્લાસ 4-5 કેટેગરીની ફાઇનલમાં પણ પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં આ ડાબોડી ખેલાડી સફળ રહી ન હતી અને જર્મનીની સેન્ડ્રા મિકોલશ્કે સામે તેનો 0-3થી પરાજય થતાં તેને સિલ્વર મેડલથી સંતુષ્ટ રહેવું પડ્યું હતું.

ટોક્યો ગેમ્સની મેડલ વિજેતાએ મિક્સ ડબલ્સમાં તેની જોડીદાર જશવંત ચૌધરી સાથે મળીને મિક્સ ડબલ્સ ક્લાસ 7-10ની ફાઇનલમાં પણ પ્રવેશ કર્યો હતો અને અંતે સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો.

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના પ્રમુખ શ્રી પ્રમોદ ચૌધરીએ જણાવ્યું હતું કે ““ ઘણી સારી બાબત છે કે ગુજરાતના પેરા ટેબલ ટેનિસ ખેલાડીઓ ઇન્ટરનેશનલ લેવલે શાનદાર દેખાવ કરી રહ્યા છે. તેઓ આપણા બાકીના તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.