Western Times News

Gujarati News

31 યુગલોએ ગોંડલમાં સરદાર પટેલ સોશિયલ ગ્રુપનો લગ્નોત્સવઃ 100થી વધુ વસ્તુઓની ભેટ અપાઈ

(એજન્સી)ગોડલ, અહીનું સરદાર પટેલ સોશીયલ ગૃપ ગરીબ અને મધ્યમ વર્ગીય પરીવારની દીકરીઓની વહારે આવ્યું છે. દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે પટેલ સમાજની ૩૧ દીકરીના સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સરદાર પટેલ સોશીયલ ગ્રુપ અને દાતાઓ દ્વારા આ દીકરીઓના લગ્ન અને કરીયાવર સહીતની જવાબદારી ઉઠાવવામાં આવી હતી. એક સાથે મહારકતદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

દાસીજીવણ પાર્ટીપ્લોટમાં સતત બીજા વર્ષ પટેલ સમાજની ૩૧ દીકરીના સમુહ લગ્ન યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા. જાન આગમન થયા બાદ બપોરે ૩.૩૦ કલાકે વરઘોડો પ્રસંગ પાર્ટી પ્લોટથી નીકળ્યો હતો.૩૧ મંડપમાં દાતાઓ દ્વારા કન્યાદાન કરવામાં આવ્યું એક સાથે ૩૧ દીકરીનો હસ્ત મેળાપ કરાયો રાત્રે ૯.૦૦ કલાકે એક સાથે કન્યા વિદાય કરવામાં આવી હતી.

નબળી આર્થિક પરીસ્થિતી ધરાવતા પરીવારની દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડયા હતા. સંતો મહંતો સામાજીક અગ્રણીઓ, રાજકારણીઓ આગેવાનોને સાંસદો ધારાસભ્યો અને પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક યુ.એલ.ડી.કન્યા છાત્રાલયના પ્રમુખ વિઠલભાઈ ધડુક ખોડલધામના ટ્રસ્ટી મેહુલભાઈ ખાખરીયા, રસીકભાઈ મારકણાં ગોડલ ધારાસભ્યના પ્રતીનીધી જયોતિરાદીત્સિંહ જાડેજા, લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહયા હતા.

સમુહ લગ્નમાં દીકરીઓને આપવામાં આવતા કરીયાવરમાં કોઈપણ પ્રકારની કચાશ રાખવામાં આવી નહોતી. કરીયાવરમાં ૧૦૦થી વધુ વસ્તુઓ આપવામાં આવી હતી. ટ્રસ્ટીઓ બટુકલાલ ઠુમર, ગીરધરભાઈ વેકરીયા, જીગરભાઈ સાટોડીયા દીપકભાઈ ધોણીયા કમલેશભાઈ ખુંટ, કિશોરભાઈ ભાલાળા વગેરેએ જહેમત ઉઠાવી હતી. વિવિધ લેઉવા પટેલ સમાજના સંગઠનો જેવા કે ખોડલધામ મુખ્ય સમીતી ખોડલધામ મહીલા સમીતી તેમજ સમાજના વિવિધ ગ્રુપનો સહયોગ મળ્યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.