Western Times News

Gujarati News

જેલમાં સજા કાપી રહેલા 4 કેદીઓ પરિક્ષામાં કોપી કરતાં ઝડપાયા

જેલમાં બોર્ડની પરીક્ષા આપનાર કેદીઓ કોપી કેસ કરતા ઝડપાયા

(એજન્સી)અમદાવાદ, તાજેતરમાં પૂર્ણ થયેલી ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષામાં વર્ગખંડોના સીસીટીવી તપાસવાની કામગીરી શરૂ કરાઇ હતી. અમદાવાદ શહેરની શાળાઓના સીસીટીવી તપાસતા ૧૬ કોપી કેસના બનાવો સામે આવ્યા છે. વર્ગખંડ નિરીક્ષકનું ધ્યાન ના હોય ત્યારે વિદ્યાર્થીઓ પૂરવણી બદલતા, કાપલી કરતા કે એક બીજામાંથી જોતા હોવાનું સીસીટીવીમાં ધ્યાને આવ્યું છે.

આ ઉપરાંત સેન્ટ્રલ જેલમાં પરીક્ષા આપતા ૪ કેદી પણ કોપી કરતા ઝડપાયા છે. તાજેતરમાં પૂર્ણ થયેલી ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષામાં વર્ગખંડોના સીસીટીવી તપાસવાની કામગીરી શરૂ કરાઇ હતી. અમદાવાદ શહેરની શાળાઓના સીસીટીવી તપાસતા ૧૬ કોપીકેસના બનાવો સામે આવ્યા છે. વર્ગખંડ નિરીક્ષકનું ધ્યાન ના હોય ત્યારે વિદ્યાર્થીઓ પૂરવણી બદલતા, કાપલી કરતા કે એક બીજામાંથી જોતા હોવાનું સીસીટીવીમાં ધ્યાને આવ્યું છે.

આ ઉપરાંત સેન્ટ્રલ જેલમાં પરીક્ષા આપતા ૪ કેદી પણ કોપી કરતા ઝડપાયા છે. બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ ડીઈઓ કક્ષાએથી દરેક વર્ગના સીસીટીવી તપાસવામાં આવ્યા છે. તપાસમાં જે વિદ્યાર્થીઓની હલનચલન શંકાસ્પદ દેખાય તેમને ફરીથી ચેક કરવામાં આવતા હતા.વિદ્યાર્થીઓ એકબીજામાંથી જોઈને લખતા હોય, કાપલી, મોબાઈલ લાવ્યા હોય તેમની ઓળખ કરવામાં આવી હતી.

આ તમામની ઓળખ કરી ડીઈઓ કચેરી સીડી મોકલવામાં આવી હતી. જેનું જિલ્લા શિક્ષણ અધિકારી કક્ષાએથી હિયરિંગ કર્યા બાદ કોપીકેસના ૧૬ બનાવો સામે આવ્યા છે. બોર્ડની પરીક્ષામાં અમદાવાદમાં પાંચ વિદ્યાર્થીઓ ચોરી કરતા ઝડપાયા બાદ તેમની સામે કોપી કેસ કરાયા હતા. ૧૬ માર્ચથી વર્ગખંડના સીસીટીવી તપાસવાની શરૂઆત કરાઈ હતી.

જેમાં અમદાવાદ શહેરડીઈઓ હેઠળ આવતી શાળાઓમાં ગેરરીતિ કરતા ૧૬ બનાવો સીસીટીવીમાં સામે આવ્યા છે. કુલ ૨૧ પૈકી ધોરણ ૧૦ના ૧૦ વિદ્યાર્થીઓ, ૧૨ સાયન્સના ૬ અને સામાન્ય પ્રવાહના ૫ વિદ્યાર્થીઓ ચોરી કરતા ઝડપાયા છે. વિદ્યાર્થીઓ એક બીજાને પુરવણી આપતા, કાપલી લઈને બેઠા હોય, કપડા પર લખાણ લઈને આવ્યા હોય અને આજુબાજુમાં જોઈને લખતા હોવાનું સીસીટીવીમાં ધ્યાને આવ્યું છે.

અમદાવાદ એક કેન્દ્ર પર એક વિદ્યાર્થીની અંગ્રેજીના પેપરમાં આધાર કાર્ડની પાછળ લખીને કોપી કરતા ઝડપાઈ હતી.સીસીટીવી ફૂટેજમાં આ વિદ્યાર્થીની કેમેસ્ટ્રી અને બાયોલોજીના પેપરમાં પણ કોપી કરતા દેખાય છે. જેથી વિદ્યાર્થીની સામે કુલ ત્રણ કોપી કેસ નોંધાયા છે.અન્ય કેન્દ્ર પર એક વિદ્યાર્થી ૧૨ સાયન્સમાં કેમેસ્ટ્રી,ગણિત અને ઇંÂગ્લશના પેપરમાં કાપલીમાંથી પેપર લખતો દેખાય છે.તેથી વિદ્યાર્થી સામે પણ ત્રણ અલગ અલગ કોપી કેસ કરવામાં આવ્યા છે.

અમદાવાદ સેન્ટ્રલ જેલમાં ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષા ૪૯ કેદીઓ આપી રહ્યા હતા. જેમાં ૪ કોપીકેસ સીસીટીવીની તપાસ કરતા સામે આવ્યા છે. જેમાં ૪ પરિક્ષાર્થીઓ એકબીજાને પુરવણીની અદલા બદલી કરતા હોવાનું સામે આવ્યું છે.આ ચારેય કેદીઓ ધોરણ ૧૦ની પરીક્ષા આપી રહ્યા હતા.એક ગુનામાં જેલમાં સજા કાપતા કેદી અન્ય ગુનો પણ કર્યો છે જે માટે બોર્ડ દ્વારા સજા નક્કી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.