Western Times News

Gujarati News

ઈરાક-સીરિયા હવાઈ હુમલામાં ૪૦ લોકોનાં થયા મોત

File

અમેરિકાનો સતત બીજા દિવસે ઈરાક-સીરિયામાં હવાઈ હુમલો

(એજન્સી)નવી દિલ્હી, ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડ (આઈઆરજીસી) અને તેના સમર્થિત મિલિશિયા સમૂહોના હુમલામાં પોતાના ત્રણ સૈનિકોના મોત બાદ અમેરિકા સતત આક્રમક છે. અમેરિકાએ બીજા દિવસે ઇરાક અને સીરિયાના ઘણા સ્થળો પર ભીષણ હવાઈ હુમલા કર્યાં છે. આ હુમલામાં લગભગ ૪૦ લોકોના મોતના સમાચાર છે.

આ હુમલામાં સંયુક્ત રાજ્ય અમેરિકાએ લાંબા અંતરના બી-૧ બોમ્બર્સનો ઉપયોગ પણ કર્યો છે. નોંધનીય છે કે પાછલા સપ્તાહમાં ઈરાન સમર્થિત ઉગ્રવાદીઓ દ્વારા જોર્ડનમાં કરવામાં આવેલા હુમલાના જવાબમાં અમેરિકા આ પ્રતિક્રિયા આપી રહ્યું છે. અમેરિકી એર સ્ટ્રાઇકથી ઇરાકથી લઈને સીરિયા સુધી હડકંપ મચી ગયો છે.

અમેરિકાના સૈનિકો પર ઘાતક હુમલાનો બદલો લેવા, સંયુક્ત રાજ્ય અમેરિકાએ ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડ (આઈઆરજીસી) અને તેના સમર્થિત મિલિશિયાથી જોડાયેલા ૮૫થી વધુ સ્થળો પર એક દિવસ પહેલા પણ ઈરાક અને સીરિયામાં હવાઈ હુમલા કર્યાં હતા. આ હુમલા હજુ યથાવત છે. આમાં લગભગ ૪૦ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

આગામી દિવસોમાં વધુ યુએસ સૈન્ય કાર્યવાહીની અપેક્ષા છે. ઈરાકના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસિર કનાનીએ એક નિવેદનમાં કહ્યું કે હુમલા સંયુક્ત રાજ્ય અમેરિકાની વધુ એક સાહસિક અને રણનીતિક ભૂલનું પ્રતિનિધિત્વ કરે છે, જેના પરિણામસ્વરૂપ માત્ર તણાવ અને અસ્થિરતા વધશે. ઈરાકે ઔપચારિક વિરોધ વ્યક્ત કરવા માટે બગદાદમાં અમેરિકી પ્રભારી ડી’એફેયરને બોલાવ્યા હતા.

ઈરાક વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું- ઇરાક નકારે છે કે તેની જમીનો સ્કોર્સ સેટલ કરવા અથવા લડતા દેશો વચ્ચે શક્તિ પ્રદર્શિત કરવા માટે એક અખાડો બની જશે. ઇરાકના પોપ્યુલર મોબિલાઇઝેશન ફોર્સિસ, એક રાજ્ય સુરક્ષા દળ જેમાં ઇરાન સમર્થિત જૂથોનો પણ સમાવેશ થાય છે, જણાવ્યું હતું કે લડવૈયાઓ અને ડોકટરો સહિત તેના ૧૬ સભ્યો માર્યા ગયા હતા. સરકારે અગાઉ કહ્યું હતું કે ૧૬ મૃતકોમાં નાગરિકો પણ સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.