45 વર્ષ જૂના રૂટ મહેસાણા-વિરપુર GSRTC બસ બંધ કરાતા હાલાકી
ચાર જિલ્લાને સાંકળી લેતા મુસાફરો અને વિદ્યાર્થીઓ બસ બંધ થતા ભારે પરેશાન
(એજન્સી)વિરપુર, મહેસાણા ડેપો દ્વારા વર્ષાે જૂની એસ ટી બસ અચાનક બંધ કરી દેવાતા ચાર જિલ્લાના વિદ્યાર્થીઓ સહિત મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે. રાત્રિ રોકાણની બસ વિરપુરથી વહેલી સવારે મહેસાણા જવા માટે ચાલુ કરવામાં આવી હતી. જે હાલ મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને મહેસાણા એમ ચાર જિલ્લાના વિદ્યાર્થીઓ તથા મુસાફરો માટે આશીર્વાદરૂપ હતી. આ બસ અચાનક બંધ કરી દેવાતા ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
વીરપુરથી મહેસાણાની બસમાં વિદ્યાર્થીઓ, મુસાફરો તથા ચાર જિલ્લાને સાંકળતા રહીશો સગાવહાલાને ત્યાં જવા માટે આ બસનો ઉપયોગ કરતા હતા. છેલ્લા ૪પ વર્ષની આ બસ દોડતી હતી. જો કે, છેલ્લા રપ દિવસથી કોઈપણ કારણ સિવાય મહેસાણા ડેપોના મેનેજર દ્વારા એકાએક બસ બંધ કરી ખેવાતા વિદ્યાર્થીઓને મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે.
આ બસની ભારે આવક હોવા છતાં પણ આ બસ બંધ થતાં એસ.ટી. તંત્રને પણ મોટુ નુકસાન જવાનું છે તે વાત સુનિશ્ચિ હોવા છતાં ડેપો મેનેજરની કામગીરી ભારે શંકાસ્પદ બની છે. આ બાબતે સત્વરે બસ ચાલુ નહીં થાય તો વિદ્યાર્થી એન વાલી એસોસિએશન દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરીને બસ ચાલુ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવશે.
આમ છતાં પણ જો બસ ચાલુ નહીં થાય તો વિદ્યાર્થી અને વાલી અને વાલી એસોસિએશન દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરીને બસ ચાલુ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવ શે. આમ છતં પણ જો બસ ચાલુ નહીં થાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ વિદ્યાર્થીઓએ ઉચ્ચારી છે.