Western Times News

Gujarati News

સ્પીડમાં આવતી કાર બસ સાથે અથડાઈ- 5 લોકો ભડથું થયા

મથુરા, સોમવારે વહેલી સવારે મથુરા જિલ્લામાં યમુના એક્સપ્રેસ વે પર એક મોટો અકસ્માત થયો હતો. જ્યાં આગરાથી નોઈડા જઈ રહેલી ખાનગી બસનું ટાયર અચાનક પંચર થઈ ગયું. જેના કારણે બસ કાબુ બહાર જઈને રોડ પર ઉભી રહી ગઈ હતી. દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવતી કાર બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જોરદાર ટક્કર બાદ બંને વાહનોમાં આગ લાગી હતી. અકસ્માતમાં 5 લોકો દાઝી ગયા હતા. 5 killed as car collides with bus on Yamuna Expressway, catches fire

પ્રાપ્ત માહિતી અનુસાર, માર્ગ અકસ્માત સોમવારે સવારે 7.45 વાગ્યે થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોમાં આગ લાગી ગઈ હતી. બંને વાહનો સળગવા લાગ્યા હતા. જે બાદ યમુના એક્સપ્રેસ વે પર ભારે જામ થઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

બસમાં સવાર મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ આગમાં કારમાં સવાર 5 લોકો જીવતા દાઝી ગયા હતા. પોલીસે EMSને જણાવ્યું કે મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.