Western Times News

Gujarati News

નવસારીના ઉનથી સુરત વિદેશી દારૂની 228 બોટલો લઈ જતાં બે ઝડપાયા

નવસારી,  નવસારી એલસીબીના પીએસઆઇ ગઢવી, પીએસઆઇ આહીર, પીએસઆઇ ગોહિલ અને તેમની ટીમ જિલ્લામાં ­પ્રોહી.ની ­વૃત્તિને નાથવા જાપ્તો અને પેટ્રોલીંગમાં હતી, તે દરમ્યાન આ ટીમના હેકો. યુવરાજસિંહ અને હેકો.ગણેશભાઇને સંયુક્તપણે બાતમી મળી હતી કે, ને.હા.૪૮ પર થઇ એક વેગન-આર કાર નં. જીજે-૧૫-પીપી-૦૧૯૭માં દારૂનો જથ્થો સુરત તરફ લઇ જવાઇ રહયો છે.

આ બાતમીને આધારે એલસીબીની ટીમે ને.હા.૪૮ ના અમદાવાદ ટ્રેક પર ઉન ગામના પાટીયા નજીક નાકાબંધી કરી જાપ્તો ગોઠવ્યો હતો. તે દરમ્યાન બાતમી મુજબની કાર આવતા, પોલીસે તેને અટકાવી કારમાં તપાસ કરતાં, કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ વ્હીસ્કીની કુલ ૨૨૮ નંગ બાટલીઅોનો કુલ રૂ. ૫૮,૮૦૦/- ની કિંમતનો દારૂ મળી આવતા,

પોલીસે દારૂનો આ જથ્થો, રૂ. એક લાખની કાર તથા કારમાં દારૂનું વહન કરનાર સુરતના પુણા ગામ ખાતે રહેતો અને ૩૮ વર્ષીય અલ્પેશ રતીભાઇ પડસાળા અને સુરતનાં સરથાળા જકાતનાકા ખાતે રહેતો ૩૮ વર્ષીય બીપીન અરજણ માંગરોલીયાની અટકાયત કરી તેમની પાસેથી મળેલ કુલ રૂ. ૧૦ હજારની કિંમતના બે મોબાઇલ ફોન તથા રોકડા રૂ. ૯ હજાર મળી કુલ રૂ. ૧.૭૭ લાખનો મુદ્દામાલ કબજે કરવા સાથે દારૂના જથ્થા સાથે પકડાયેલ

બંને આરોપીઓ તેમજ દારૂનો જથ્થો ભરાવનાર મિલન નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી, પકડાયેલ તથા વોન્ટેડ મળી ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ પ્રોહી. એક્ટની કલમ હેઠળ નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી, આગળની કાર્યવાહી કરવા સાથે, એલસીબી આ અંગે વધુ તપાસ કરી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.