Western Times News

Gujarati News

કતારની જેલથી ૮ ભારતીયોનો છૂટકારો, ૭ સ્વદેશ પાછા ફર્યા

નવી દિલ્હી, ભારતની મોટી કૂટનીતિક જીત થઈ છે. કતારે આઠ ભારતીય પૂર્વ નેવી અધિકારીઓને છોડી મૂક્યા છે. તેઓ જાસૂસીના આરોપનો સામનો કરી રહ્યા હતા.

તેમને મોતની સજા સંભળાવવામાં આવી હતી. ભારતની ભલામણ પર તેમની સજાને કતારના અમીરે અગાઉ ઘટાડી હતી અને ઉમરકેદમાં ફેરવી હતી. હવે વિદેશ મંત્રાલયના જણાવ્યાં મુજબ તેમને છોડી મૂકવામાં આવ્યા છે અને તેમાંથી સાત પૂર્વ નેવી અધિકારીઓ ભારત પાછા પણ ફર્યા છે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત સરકાર કતારમાં ધરપકડ કરાયેલા દહરા ગ્લોબલ કંપની માટે કામ કરનારા આઠ ભારતીય નાગરિકોના છૂટકારાનું સ્વાગત કરે છે. આઠમાંથી સાત ભારતીયો ભારત પાછા ફર્યા છે. અમે આ નાગરિકોના છૂટકારા અને ઘર વાપસીને સક્ષમ કરવા માટે કતારના અમીરના નિર્ણયને બિરદાવીએ છીએ.

કતારમાં ધરપકડ કરાયેલા ૮ ભારતીયોમાં કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન બીરેન્દ્રકુમાર વર્મા, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કમાન્ડર સુગુનાકર પકાલા,કમાન્ડર સંજીવ ગુપ્તા અને સલર રાગેશ સામેલ હતા. આ અગાઉ ભારત સરકાર તરફથી મોતની સજા વિરુદ્ધ દાખલ કરાયેલી અપીલને કતાર કોર્ટે સ્વીકારી હતી.

ભારત પાછા ફરેલા પૂર્વ નેવી અધિકારીઓમાંથી એકે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપ વગર તેમનો છૂટકારો શક્ય નહતો. તેમણે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થયા બાદ ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા. તમામ પૂર્વ અધિકારીઓએ પીએમ મોદી અને કતારના અમીરનો આભાર માન્યો. એક પૂર્વ અધિકારીએ કહ્યું કે ભારત સરકારની કોશિશો વગર તેમનો છૂટકારો શક્ય નહતો.

અલદાહરા ગ્લોબલ ટેક્નોલોજીસ અને કન્સલ્ટન્સી સર્વિસીઝ સાથે કામ કરતા પૂર્વ ભારતીય નેવી કર્મચારીઓને ભ્રષ્ટાચાર અને જાસૂસીના એક કેસમાં કથિત રીતે સામેલ હોવા બદલ ધરપકડ કરવામાં આવ્યા હતા. ભારત સરકારે તેને ગંભીરતાથી લીધુ અને કતાર સાથે વાતચીત કરીને તેમને કાનૂની મદદ આપવામાં આવી.

૨૬ ઓક્ટોબરના રોજ કતારની એક કોર્ટે ૨૦૨૨ ઓગસ્ટમાં ધરપકડ કરાયેલા આ અધિકારીઓને મોતની સજા સંભળાવીજો કે ન તો કતાર એડમિનિસ્ટ્રેશન કે ન તો ભારત સરકારે આ અધિકારીઓ વિરુદ્ધના આરોપોના સાર્વજનિક કર્યા. જ્યારે મોતના સમાચાર વિશ્વપટલમાં ચર્ચામાં આવ્યા તો ભારતે નિર્ણયને ચોંકાવનારો ગણાવ્યો હતો અને આ મામલે તમામ કાનૂની વિકલ્પ સાથે જવાનો નિર્ણય કર્યો હતો.

ગત વર્ષ ૧ ડિસેમ્બરના રોજ દુબઈમાં સીઓપી ૨૮ શિખર સંમેલનના અવસરે પીએમ મોદી અને કતારના અમીર શેખ તમીમ બીન હમાદ અલ થાની વચ્ચે બેઠક બાદ પૂર્વ નેવી અધિકારીઓની સજા ઘટાડવામાં આવી હતી.

કતારના અમીર સાથે મુલાકાત દરમિયાન પીએમ મોદીએ પૂર્વ અધિકારીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. પૂર્વ નેવી અધિકારીઓના મુદ્દે વિદેશમંત્રી એસ જયશંકરે પણ તેમને પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી હતી અને તેમને દરેક શક્ય મદદનું આશ્વાસન આપ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.