નોર્થ કેરોલિના પ્રાંતમાં ફરી રહેલા લોકો પર અંધાધૂંધ ગોળીઓ વરસાવી, ૫નાં મોત
વોશિંગ્ટન, અમેરિકી પ્રાંત ઉત્તરી કૈરોલિનાના મેયરએ ઘોષણા કરી છે કે, રહેણાંક વિસ્તારમાં થેયલા ગોળીબારમાં એક પોલીસ અધિકારી સહિત ૫ લોકોના મોત થઈ ગયા છે. રેલેમાં મેયર મેરી એન બાલ્ડવિને પત્રકારોને જણાવ્યું હતું કે, નેઉજ રિવર ગ્રીનવે પર કેટલાય લોકોને ગોળીઓ મારી દેવામાં આવી હતી, પોલીસ વિભાગે સંવેદનશીલ વિસ્તારોમાં આવેલા ઘરમાં કેદ કરી લેવામાં આવ્યા છે.
કેટલાય પોલીસ વાહન અને એમ્બ્યૂલન્સને હેડીંગમમાં જાેવા મળ્યા અને એક સ્પષ્ટ સર્ચ ઓપરેશન દરમિયાન અધિકારીઓ કલાકો સાથે શોધતા રહ્યા, જે થયું તેનું વિવરણ ગુરુવારે મોડી સાંજ સુધી જાહેર કર્યું નહોતું. ગવર્નર રોય કૂપરે સાંજે ૭ કલાકે થોડા સમય પહેલા ટિ્વટમાં લખ્યું હતું કે, રાજ્ય અને સ્થાનિક અધિકારીઓ જમીન પર છે અને શૂટરને રોકવા માટે વધું લોકોને કામે લગાડી રહ્યા છે.
આ અગાઉ વેકમેડ હોસ્પિટલના પ્રવક્તા ડેબ લોરીએ કહ્યું કે, શૂટિંગ સાથે જાેડાયેલ લગભગ ૪ લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પણ કોઈ બીજી જાણકારી હાલમાં મળી નથી. પોલીસે અહીંના રસ્તાઓ બંધ કરી દીધા છે. તથા સુરક્ષા એજન્સીઓની ગાડીઓ રસ્તા પર પહોંચી ગઈ છે.
હેડિંગમ, નેઉજ રીવર ગ્રીનવે ટ્રેલની સરહદમાં છે અને રેલેથી લગભગ ૧૪ કિમી દૂર છે. અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ સામાન્ય થઈ ગઈ છે. આ અગાઉ ૯ ઓક્ટોબરના રોજ ઉત્તરી કેરોલિનામાં એક ઘરમાં ગોળીબાર થયો હતો. આ ઘટનામાં ૫ લોકોના મોત થઈ ગયા હતાં. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગોળીબારમાં ૪ લોકોના મોત ઘટનાસ્થળે જ થઈ ગયા હતા, જ્યારે એક શખ્સે હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.SS1MS