જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એક મિની બસ ખીણમાં પડી જતા ૫ લોકોના મોત

શ્રીનગર, જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં શુક્રવારે એક મિની બસ રસ્તા પરથી લપસીને ઉંડી ખીણમાં પડી જવાથી એક મહિલા સહિત પાંચ લોકોના મોત થઈ ગયા છે. દૂર્ઘટનામાં અન્ય ૧૫ લોકો ઘાયલ છે.
જમ્મુ કાશ્મીર પોલીસના જણાવ્યા મુજબ દૂર્ઘટના શુક્રવારે સાંજે બિલાવરના સિલા ગામમાં બની હતી. મિની બસના ડ્રાઈવરે એક તીવ્ર વળાંક પર બસનુ નિયંત્રણ ગુમાવી દીધુ. ડ્રાઈવરથી બસ કંટ્રોલ ના થઈ અને તે ખીણમાં જઈને પડી. ખાનગી એજન્સીની આ મિની બસ મોંડલી ગામથી ધનુ પેરોલ ગામ જઈ રહી હતી.
પોલીસના જણાવ્યા મુજબ બચાવકર્મીઓએ ઘટના સ્થળે ૬૦ વર્ષીય મહિલા સહિત ચાર લોકોને મૃત જાેયા. જ્યારે અન્ય ૧૬ લોકોને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં એકનુ મોત થયુ હતુ.HS1MS