Western Times News

Gujarati News

571 શાળાઓમાં 5139 લોકો મતદાન જાગૃતિ માટે રંગોળી કાર્યક્રમમાં જોડાયા

જિલ્લા SVEEP ટીમ દ્વારા જિલ્લાની શાળાઓ, જાહેર સ્થળો, ગ્રામ્ય વિસ્તારો સહિત હિમાલયા મોલ અને ફન બ્લાસ્ટ ખાતે રંગોળી દ્વારા મતદાનની અપીલ

ગ્રામ્ય કક્ષાએ યોજાયેલ રંગોળી સ્પર્ધામાં 6631 સહભાગીઓએ રંગોળીના માધ્યમથી મતદાન જાગૃતિના વિવિધ સૂત્રો દ્વારા અચૂક મતદાનનો સંદેશો પાઠવ્યો

આગામી તારીખ 7મી મેના રોજ રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી – 2024 માટે મતદાન યોજાનાર છે. આ ચૂંટણીમાં મહત્તમ સંખ્યામાં મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરીને મહત્તમ મતદાન કરે તે ઉદેશથી SVEEP (Systematic Voters Education and Electoral participation program) કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે.

જે અંતર્ગત અમદાવાદમાં નાગરિકોને તેમના અમૂલ્ય મતનું મહત્વ સમજાવીને તેમને અચૂક મતદાન માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી શિક્ષણ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ શહેર/જિલ્લામાં વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.

આવા જ એક કાર્યક્રમ અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ શહેર અને ગ્રામ્યના માર્ગદર્શનમાં જિલ્લા SVEEP ટીમ દ્વારા જિલ્લાની શાળાઓ, જાહેર સ્થળો સહિત હિમાલયા મોલ અને ફન બ્લાસ્ટ ખાતે કલાત્મક રંગોળીના માધ્યમથી વિવિધ મતદાન જાગૃતિ સૂત્રો દ્વારા મતદાનની અપીલ કરવામાં આવી હતી. 571 શાળાઓમાં 5139 લોકોએ રંગોળીના માધ્યમથી અચૂક મતદાનનો સંદેશ આપ્યો હતો.

સાથે જ, શહેરના હિમાલયા મોલ અને ફન બ્લાસ્ટ ખાતે પણ રંગબેરંગી રંગોળી દ્વારા મોલમાં આવનારા મુલાકાતીઓને તેમના મતનું મહત્વ સમજાવીને મતદાન અવશ્ય કરવા માટે અપીલ કરવામાં આવી હતી.

આ ઉપરાંત, અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી અને  ICDS વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ રંગોળી સ્પર્ધા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેમાં 6631 વ્યક્તિઓએ ભાગ લઈને રંગોળીના માધ્યમથી અચૂક મતદાન કરવાનો સંદેશ પાઠવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.