Western Times News

Gujarati News

નીલવંડે ડેમ અને તેની પાણી વિતરણ વ્યવસ્થા પાછળ 5177 કરોડનો ખર્ચે થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિરડીમાં સાંઈબાબાના મંદિરમાં પૂજા અર્ચના કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિરડીમાં સાંઈબાબા મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. વડાપ્રધાન મોદીની સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ, સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા. પીએમ મોદી તેમના મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન ‘નમો શેતકરી મહાસમ્માન નિધિ યોજના’ લોન્ચ કરી હતી. આ સાથે તેઓ મહારાષ્ટ્રમાં આશરે રૂ. ૭,૫૦૦ કરોડની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્‌ઘાટન અને શિલાન્યાસ પણ કર્યાે હતો.

સાંઈબાબા મંદિરમાં પૂજા કર્યા બાદ પીએમ મોદી નવા દર્શન કતાર સંકુલનું ઉદ્‌ઘાટન પણ કર્યું હતું વડાપ્રધાન નિલવંદે ડેમનું જલ પૂજન કર્યું અને ડેમનું નહેર નેટવર્ક રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું શિરડીમાં એક સાર્વજનિક કાર્યક્રમમાં, તેઓ સ્વાસ્થ્ય, રેલ, રસ્તા અને તેલ અને ગેસ જેવા ક્ષેત્રોમાં આશરે રૂ. ૭૫૦૦ કરોડની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્‌ઘાટન કર્યું અને કેટલાક રાષ્ટ્રને સમર્પિત કર્યા અને કેટલાકનો શિલાન્યાસ કર્યાે હતો

વડાપ્રધાને ઓક્ટોબર ૨૦૧૮માં શિરડીમાં દર્શન કતાર સંકુલનો શિલાન્યાસ કર્યો હતો. નીલવંડે ડેમ (૮૫ કિલોમીટર)ના ડાબા કાંઠે કેનાલ નેટવર્ક કે જે વડા પ્રધાન રાષ્ટ્રને સમર્પિત કર્યાે તે પાણીની પાઈપ વિતરણ નેટવર્ક પ્રદાન કરીને સાત તાલુકાઓમાં (છ અહમદનગર જિલ્લામાં અને એક નાસિક જિલ્લામાંથી એક) ૧૮૨ ગામોને લાભ કરશે. તેને લગભગ ૫૧૭૭ કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યું છે.

PM Modi said : Jal Pujan of Nilwande Dam is a pivotal moment that marks the end of an extended wait. It also demonstrates our unwavering commitment to harnessing Jal Shakti for the greater good of the public.

જાહેર કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન ‘નમો શેતકરી મહાસમ્માન નિધિ યોજના’ લોન્ચ કર્યું આ યોજનાથી મહારાષ્ટ્રમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૮૬ લાખથી વધુ લાભાર્થીઓને દર વર્ષે ૬,૦૦૦ રૂપિયાની વધારાની રકમ પ્રદાન કરીને લાભ થશે. વડાપ્રધાન અહમદનગર સિવિલ હોસ્પિટલમાં આયુષ હોસ્પિટલ સહિત અનેક વિકાસ યોજનાઓનું ઉદ્‌ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કર્યું વડાપ્રધાને અહમદનગર સિવિલ હોસ્પિટલમાં માતૃ અને બાળ સ્વાસ્થ્ય વિંગનો શિલાન્યાસ કર્યાે હતાં અને કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ અને ઓનરશિપ કાર્ડનું પણ વિતરણ કર્યું હતું

મહારાષ્ટ્ર બાદ તેઓ ગોવા જવા રવાના થયા હતાં અને ત્યાં માર્ગો ખાતે પંડિત જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં ૩૭મી નેશનલ ગેમ્સનું ઉદ્‌ઘાટન કર્યું હતું તેઓ ગેમ્સમાં ભાગ લેનાર એથ્લેટ્‌સને પણ સંબોધિત કર્યા હતાં ગોવામાં પ્રથમ વખત નેશનલ ગેમ્સ યોજાઈ રહી છે. આ ગેમ્સનું આયોજન ૨૬ ઓક્ટોબરથી ૯ નવેમ્બર દરમિયાન કરવામાં આવશે. દેશભરમાંથી ૧૦,૦૦૦ થી વધુ રમતવીરો ૨૮ સ્થળો પર ૪૩ થી વધુ રમતગમતની શાખાઓમાં ભાગ લેશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.