ખોટું પેઢીનામું બનાવીને જમીન પચાવી પાડવાના કારસાનો પર્દાફાશ
૭પ વર્ષ જૂના જમીનના દસ્તાવેજમાં ચેડાં કરી બારોબાર વેચવાનો પ્રયાસ
(એજન્સી)અમદાવાદ, વટવા ગામમાં વર્ષ ૧૯૪૮માં એક શખ્સે જમીન ખરીદી હતી. જમીન ખરીધાના બે વર્ષ બાદ જમીન માલીકનું મૃત્યુ થતા તે જમીનની માલીકી તેની વૃદ્ધ પત્નીના નામે કરાઈ હતી. પરંતુ ૧૯૭રમાં તે વૃદ્ધ મહીલાનું પણ મોત થતા,
તે જમીનમાં વારસદાર તરીકે અમદાવાદ અને વડોદરાના લોકોના નામનો ઉમેરો કરીને બનાવટી દસ્તાવેજો તથા સાક્ષીઓ ઉભા કરીને બોગસ પેઢીનામું તલાટી સમક્ષ રજુ કરીને ભેજાબાજે પેઢીનામું બનાવીને જમીન બારોબાર અન્ય શખ્સને વેચી મારવાનું કાવતરું રચ્યું હતું. આ વારસાઈ જમીનના મુળ માલિકને આ અંગે જાણ થતા આ મામલે વટવા પોલીસ મથકમાં ૩ મહીલા સહીત ૬ વ્યકિત સામે ગુનો નોધવામાં આવ્યો છે.
સેટેલાઈટ સત્યાગ્રહ છાવણી નજીક રામેશ્વર ટેનામેન્ટમાં રહેતા સુલભભાઈ મોદી ઉ.૪૪ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમના માતાના પિતાએ વર્ષ ૧૯૪૮માં વટવા ગામમાં જમીન ખરીદી હતી,પ્જમીન ખરીધાના બે વર્ષમાં સુલભભાઈના નાનાનું મોત નીપજયું હતું. ત્યારથી વટવાની જમીન સુલભભાઈની નાનીના નામે કરવામાં આવી હતી.
ત્યારબાદ જમીન વેચવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ ખરીદનાર ન મળતા જમીન તેમની માતાના નામે જ રાખવામાં આવી હતી. ૧૯૭રમાં સુલભભાઈની નાનીંનું અવસાન થયું હતું. થોડા મહીના અગાઉ સુલભભાઈ તેમની માતાની માલીકીની વટવા ખાતે આવેલી જમીન જોવા નીકળ્યા ત્યારે તે જમીન પર પતરા બાંધીને એક વ્યકિત ધંધો કરી રહયો હતો.
તપાસ કરતા હકીકત ધ્યાને આવી હતી. કે મણીનગરમાં જલધારા સોસાયટીમાં રહેતા મહેન્દ્રકુમાર મોદીને જમીનના બનાવટી દસ્તાવેજ ઉભા કરીને અમદાવાદ અને વડોદરાના તેમના સંબંધીઓને ભેગા કરીને તેઓના નામે બોગસ પેઢીનામું બનાવીને ર૦ર૧માં તલાટીકમ મંત્રી સમક્ષ તે રજુ કરીને જમીનમાં પોતાનો તથા સંબંધીઓના નામના સમાવેશ કરી દીધો હતો.
ઉપરાંત, જમીન બારોબાર અને વ્યકિતને વેચી પણ દીધી હતી. આ મામલે સુલભભાઈ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. બાદમાં વટવા પોલીસે આ અંગે ફરીયાદ નોધીને મહેન્દ્રકુમાર બાબુલાલ મોદી, યોગીનીબેન નવીનચંદ્ર મોદી હેમલબેન નવીનચંદ્ર મોદી ભુમીકાબેન નવીનચંદ્ર મોદી, રાકેશ ભીમજીભાઈ સોલંકી તથા વિશાલ મનોજભાઈ ચાવડા વિરૂધ્ધ ગુનો નોધીને તપાસ શરૂ કરી છ