વિશ્વભારતી શાળામાં 26મી જાન્યુઆરીના દિવસે ધ્વજવંદનની ઉજવણી
વિશ્વભારતી શાળા પરિવારમાં 26મી જાન્યુઆરીના દિવસે સવારમાં ધ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે 8:00 વાગ્યે ધ્વજ વંદનની વિધી કરવામાં આવી હતી. તેમાં મુખ્ય મહેમાનની સાથે શાળાના ટ્રસ્ટી સાહેબશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજને સલામી આપ્યા બાદ શાળાના દરેક વિભાગ એટલે કે હાઇસ્કૂલ, ગુજરાતી માધ્યમ, તેમજ અંગ્રેજી માધ્યમના શિક્ષકોએ વક્તવ્યો આપ્યા હતા.
વક્તવ્યનો વિષય હતો – “ક્યૂં કી હર એક વોટ ઝરૂરી હોતા હે.” આ વિષય દ્વારા શિક્ષકોએ એકએક વોટનું કેટલું મહત્વ છે તે સમજાવ્યું અને દરેક નાગરિકનો હક છે કે તે વોટ આપીને સારી સરકારની નિમણૂક કરે તે જણાવ્યું હતું. આ રીતે આપણા પ્રજાસત્તા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.