Western Times News

Gujarati News

ટ્રમ્‍પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિગ સાથે લાંબી ચર્ચા કરી

File Photo

વોશિગ્‍ટન, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિગ સાથે લાંબી અને સકારાત્‍મક ચર્ચા કરી છે. આ વાતચીતમાં વેપાર, સૈન્‍ય સંબંધો, રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈરાન જેવા મહત્‍વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ટ્રમ્‍પે આગામી એપ્રિલ મહિનામાં ચીન પ્રવાસની જાહેરાત પણ કરી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે બુધવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિગ સાથે ટેલિફોન પર ‘લાંબી અને ઊંડાણપૂર્વક’ની વાતચીત કરી હતી. ટ્રમ્‍પે આ વાતચીતને અત્‍યંત સકારાત્‍મક અને ‘એક્‍સલન્‍ટ’ ગણાવી છે.

ટ્રમ્પ–શી જિનપિગ ટેલિફોનિક ચર્ચા

  • ચર્ચાના મુદ્દાઓ:
    • વેપાર અને કૃષિ: ચીન અમેરિકાથી તેલ અને ગેસની ખરીદી વધારશે. સોયાબીનની ખરીદી આ સિઝનમાં ૨૦ મિલિયન ટન અને આગામી સિઝનમાં ૨૫ મિલિયન ટન સુધી વધારવાની ખાતરી.
    • સૈન્ય અને તાઈવાન: તાઈવાનના સંવેદનશીલ મુદ્દા અને સૈન્ય સંબંધો પર ચર્ચા.
    • વૈશ્વિક સંઘર્ષ: રશિયા–યુક્રેન યુદ્ધ અને ઈરાનની પરિસ્થિતિ પર વિચારવિમર્શ.
  • ટ્રમ્પની જાહેરાત:
    • એપ્રિલ 2026માં ચીનની સત્તાવાર મુલાકાત લેશે.
    • શી જિનપિગ સાથેના તેમના વ્યક્તિગત સંબંધોને “મજબૂત” ગણાવ્યા.
    • આગામી ત્રણ વર્ષમાં અમેરિકા–ચીન સંબંધોમાં સકારાત્મક પરિણામોની આશા વ્યક્ત કરી.

આ વાતચીત એવા સમયે થઈ છે જ્‍યારે ચીનના રાષ્ટ્રપતિએ રશિયન રાષ્ટ્રપતિ વ્‍લાદિમીર પુતિન સાથે પણ ચર્ચા કરી હતી. ટ્રમ્‍પે સોશિયલ મીડિયા પર જણાવ્‍યું કે બંને નેતાઓ વચ્‍ચે નીચે મુજબના વિષયો પર ગંભીર ચર્ચા થઈ છેઃ વેપાર અને કૃષિઃ ચીન અમેરિકા પાસેથી તેલ અને ગેસની ખરીદી વધારવા પર વિચાર કરી રહ્યું છે. સાથે જ સોયાબીનની ખરીદી આ સિઝનમાં ૨૦ મિલિયન ટન અને આગામી સિઝનમાં ૨૫ મિલિયન ટન સુધી લઈ જવાની ખાતરી આપી છે.

સૈન્‍ય અને તાઈવાનઃ બંને નેતાઓએ સૈન્‍ય બાબતો અને તાઈવાનના સંવેદનશીલ મુદ્દા પર પણ મંતવ્‍યોની આપ-લે કરી હતી. વૈશ્વિક સંઘર્ષઃ રશિયા અને યુક્રેન વચ્‍ચે ચાલી રહેલું યુદ્ધ તેમજ ઈરાનની વર્તમાન સ્‍થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

એપ્રિલની ચીન મુલાકાતઃ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે પુષ્ટિ કરી છે કે તેઓ આગામી એપ્રિલ મહિનામાં ચીનની સત્તાવાર મુલાકાતે જશે, જેના માટે તેઓ ખૂબ જ ઉત્‍સાહિત છે. વ્‍યક્‍તિગત સંબંધો પર ભારઃ ટ્રમ્‍પે ઉમેર્યું હતું કે, ચીન સાથેના સંબંધો અને રાષ્ટ્રપતિ શી સાથેના મારા વ્‍યક્‍તિગત સંબંધો ખૂબ જ મજબૂત છે. અમે બંને સમજીએ છીએ કે આ સંબંધોને જાળવી રાખવા કેટલા મહત્‍વના છે.

તેમણે આશા વ્‍યક્‍ત કરી હતી કે તેમના શાસનના આગામી ત્રણ વર્ષોમાં અમેરિકા અને ચીન વચ્‍ચેના સંબંધોમાં ઘણા સકારાત્‍મક પરિણામો જોવા મળશે. બીજી તરફ, ચીનના સત્તાવાર મીડિયા અનુસાર, શી જિનપિગે પણ પરસ્‍પર સન્‍માન અને વિશ્વાસ દ્વારા બંને દેશો વચ્‍ચેના વિવાદો ઉકેલવા પર ભાર મૂક્‍યો હતો અને વર્ષ ૨૦૨૬ને બંને દેશોના સંબંધો માટે નિર્ણાયક વર્ષ ગણાવ્‍યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.