નિઃશુલ્ક સર્જરી કરી ડોકટરે પોતાના વ્યવસાયને દિપાવ્યો
બાયડ જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ ટ્રસ્ટની સેવામાં સદાય તત્પર રહેતા ડૉ, મિનેશ ગાંધી નું માનવતા ભર્યું સરાહનીય કાર્ય
આશ્રમવાસી બહેન….ના હાથની આંગળીમાં પહેરેલ વીંટી સોજો આવવાથી ફસાઈ ગયી હતી, માઇનોર ઓપરેશન વગર કાઢવી મુશ્કેલ હતી ત્યારે વિશ્વા સર્જીકલ હોસ્પિટલ બાયડના તબીબ ડો મીનેષભાઈ ગાંધીને ત્યા લયી જવામાં આવ્યા,જેઓ હર હંમેશ આશ્રમ માટે સેવા કરવા તૈયાર જ હોય છે. સાહેબશ્રીએ કોઈ પણ જાત ના ચાર્જ વગર સફળ સર્જરી કરી માનવતાનું મહાન કાર્ય કર્યું.
સાહેબશ્રીએ 8 મી વાર નિઃશુલ્ક સર્જરી કરી પોતાના વ્યવસાયને દિપાવ્યો છે. આ પ્રસંગે આશ્રમના પ્રમુખ અશોકભાઈ જૈન,જબ્બરસિભાઈ રાજપુરોહિત,વિશાલભાઈ પટેલ, વિજયભાઈ પટેલ,મુકેશભાઈ લુહાર,વિનુભાઈ પટેલ અને સેવાસાથી સ્ટાફગણે ડો મીનેષભાઈ ગાંધી સાહેબ અને હોસ્પિટલ સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો હતો.
જય અંબે મંદ બુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડ સમાજના સાથ સહકારથી બિનવારસી બહેનોના સુખ નું સરનામું બન્યો છે.