મ્યાનમાર ઉપર બળવા પછી બાઇડનની પ્રતિબંધ મૂકવાની ચેતવણી
વોશિંગટન: મ્યાનમારમાં સેના દ્વારા શાસન ધુરા પર કબજાે કરી લેવાયો છે. એટલું જ નહીં, સ્ટેટ કાઉન્સીલર આંગ સાન સૂ કીને ઘરમાં નજરકેદ કરાયા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ રાષ્ટ્રપ્રમુખ વિન મ્યાંત અને શાસક પાંખના અન્ય નેતાઓની પણ અટકાયત કરી દેવાઈ છે. ત્યારે મ્યાનમારમાં લશ્કરી બળવાને લોકશાહી તરફના પગલા પર સીધો હુમલો ગણાવતાં અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઇડને આ દેશ પર નવા પ્રતિબંધ લગાવવાની ચેતવણી આપી છે.
યુએસએ રાજ્યના સલાહકાર આંગ સાન સુ કી સહિતના દેશના ટોચના નેતાઓની અટકાયતના પગલાની ટીકા કરી હતી. મીડિયા અહેવાલો અનુસાર, આર્મીની માલિકીની ટેલિવિઝન ચેનલ મયાવડી ટીવી પર સોમવારે સવારે એ ઘોષણા કરવામાં આવી હતી કે સેનાએ એક વર્ષ માટે દેશનું નિયંત્રણ પોતાના હાથોમાં લઈ લીધું છે.
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જાે બાઇડને એક નિવેદનમાં કહ્યું, ‘બર્મા (મ્યાનમાર) સૈન્ય દ્વારા બળવા, આંગ સાન સુ કી અને અન્ય અધિકારીઓની અટકાયત અને રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા એ દેશમાં સત્તાના લોકશાહી હસ્તાંતરણ પર સીધો હુમલો છે.’
તેમણે કહ્યું, લોકશાહીમાં સેનાએ લોકોની ઇચ્છાને અવગણવી ન જાેઈએ. લગભગ એક દાયકાથી બર્માના લોકો ચૂંટણી કરાવવા, લોકશાહી સરકાર સ્થાપિત કરવા અને શાંતિપૂર્ણ સત્તા હસ્તાંતરણને લઈને સતત કામ કરી રહ્યા છે. આ પ્રગતિનો આદર કરવો જ જાેઇએ. અમેરિકન રાષ્ટ્રપ્રમુખે વૈશ્વિક સમુદાયને પણ એક અવાજમાં મ્યાનમાર સેના પર દબાણ બનાવવા હાકલ કરી છે.
પાડોશી દેશ મ્યાનમારમાં સેના દ્વારા તખ્તાપલટ કરવાના અને દેશના નામી નેતા આંગ સાન સૂ કીની અટકાયત કરવાને લઈને ભારતે ચિંતાની લાગણી વ્યક્ત કરી છે. ભારત કહ્યું કે, કાયદો અને વ્યવસ્થા તેમજ લોકશાહીના મૂલ્યોનું પુરેપુરુ જતન થવું જાેઈએ. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, મ્યાનમારની બંને ઘટના પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. મ્યાનમારની સેનાએ એમ પણ કહ્યું કે, આગામી એક વર્ષ સુધી દેશમાં સત્તાને પોતાના તાબામાં રાખશે. આ દરમિયાન ફોન, ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ રહેશે.