માતા-પુત્ર, વહૂ-બેટી સહિત ચોર પરિવાર ઝડપાયો
મુંબઈ, જ્યારે કોઈનો પુત્ર ચોરી કરતો તો તેની માતા તેને લડતી અને પરિવારના લોકો તેને સમજાવે છે. પરંતુ માયાનગરી મુંબઈમાં ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માતા-પુત્ર અને વહૂ મળીને અનેક રાજ્યોમાં જઈને જ્વેલરી શોપમાં ચોરી કરતા હતા. પોલીસે મંગળવાર સાંજે આવા જ એક પરિવારના 6 લોકોને પકડ્યા છે.
આ પરિવારના દરેક સભ્યો સાતિર ચોર છે. આ લોકો અનેક રાજ્યો જેવા છત્તીસગઢ-મહારાષ્ટ્રી, દિલ્હી અને તેલંગાણામાં ચોરીની ઘટનાને અંજામ આપી ચૂક્યા છે. આ પરિવારના અન્ય બે લોકો છે જે ફરાર છે. પરિવારના યુવક અને યુવતીઓએ મળીને અત્યાર સુધી 50થી વધારે જ્લેવરી શોપમાં લાખો રૂપિયાની ચોરી કર્યાની કબૂલાત કરી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા મહિનાની 13 જાન્યુઆરીએ કુરાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મયૂર જ્વેલર શોપમાંથી આશરે 10 તોલા સોનાના ઘરેણાંની ચોરી કરી હતી. દુકાનદારે પોલીસને આ મામલે જાણકારી આપી હતી. તેણે કહ્યું કે એ દિવસે બપોરે 2 વાગ્યાની આસપાસ કાળી પીળી ટેક્સીમાં ત્રમ લોકો મારી દુકાનમાં ઉપર જ્વેલરી લેવા માટે આવ્યા હતા. થોડા સમય સુધી ઘરેણા જોયા અને પછી તેઓ ચાલ્યા ગયા હતા.
તેમના જવાની સાથે જ 10 તોલા સોનાના ઘરેણાંની ચોરી થઈ ગઈ હતી. દુકાનમાં લગાવેલા સીસીટીવીમાં ચોરીની ઘટના પણ રેકોર્ડ થઈ ગઈ હતી. સીસીટીવીના આધારે વરિષ્ઠ પોલીસ નિરીક્ષક પ્રકાશ વેલેના નેતૃત્વમાં પોલીસની ટીમની રચના કરી હતી. ત્યારબાદ પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ હાથધરી હતી.તપાસ દરમિયાન ચોર ટોળકી પુણેમાં રહેતી હોવાની જાણ થઈ હતી.
જ્યાં જઈને મુંબઈ પોલીસે અનેક જગ્યાએ છાપા માર્યા હતા. જેમાં પાંચ આરોપીઓ 45 વર્ષીય રેખા હેમરાજ વાણી, 19 વર્ષીય અક્ષય હેમરાજ વાણી, 28 વર્ષીય શેખર હેમરાજ વાણી, 23 વર્ષીય રેણુકા શેખર વાણી, 35 વર્ષીય નરેન્દ્ર અશોક સાલુંખે સહિત ટેક્સી ડ્રાઈવર આશુતોષ મિશ્રાની ધરપકડ કરી હતી. પોલીસે આ આરોપીઓ પાસેથી 1 લાખ 90 હજાર રૂપિયાના સોનાના દાગીના મળ્યા હતા. દરેક આરોપીઓએ ગુનાની કુબાલાત કરતા અત્યાર સુધી 50થી વધારે ચોરીની કબુલાત કરી હતી.