પરીણિતાને બહેનપણીના ભાઈ પર વિશ્વાસ મૂકવો ભારે પડ્યો
પરીણિતાના નગ્ન ફોટા-વીડિયો લઈ શખ્સ બ્લેકમેલ કરતો હતો, કંટાળી પરીણિતાએ પતિને વાત કરતા ફરિયાદ થઇ-પરીણિતાને બહેનપણીના ભાઈએ બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું
સુરત, ઘણી વખત વ્યક્તિને ઓળખ્યા વિના તેની સાથે અંતર ઘટાડવાની મુશ્કેલી ઉભી થઈ જતી હોય છે. આવી ઘટના સુરતમાં બની છે જ્યાં એક પરીરિણતાને યુવક પર આંધળો વિશ્વાસ મૂકવો ભારે પડી ગયો છે. પરીણિતાએ જે યુવક પર વિશ્વાસ મૂક્યો હતો તેણે તેના નગ્ન ફોટો અને વીડિયો લઈ લીધા હતા અને પછી તેને બ્લેકમેલ કરી હતી. આખરે કંટાળી ગયેલી પરીણિતાએ આખી વાત તેના પતિને જણાવી અને પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી યુવતીએ તેની બહેનપણીના ભાઈ સાથે ઓળખાણ કરવી મુસીબત સાબિત થઈ છે. કારણ કે યુવક દ્વારા પરીણિતાને ફસાવીને તેના પર વારંવાર બળાત્કાર ગુજાર્યો છે.
પીડિતાના લગ્ન વર્ષ ૨૦૧૩માં થયા હતા. તે પોતાના લગ્ન જીવનમાં સુખી હતી અને તેના બે બાળકો પણ છે. આ યુવતી લગ્ન પહેલાની બહેનપણીના ઘરે જતી હતી, લગ્ન પછી પણ તે પોતાની બહેનપણીના ત્યાં જતી હતી અને તે બહેનપણીના ભાઈ દક્ષેશ દિનેશભાઈ મિસ્ત્રીના સંપર્કમાં વર્ષ ૨૦૧૯માં આવી હતી.
આ પછી બન્ને વચ્ચે બહેનપણીને મળે ત્યારે સામાન્ય વાતોના સંબંધ હતા. પરંતુ એ દરમિયાન પીડિત યુવકને બહેનપણીનો ભાઈ હોવાથી વધારે ઓળખી શકી નહોતી અને તેની મુશ્કેલીઓ સમય જતા વધતી ગઈ.
પરિણીતાને ભોળવીને તેની નજીક જવાના પ્રયત્નો દક્ષેશે શરુ કર્યા હતા. આ દરમિયાન તેણે પરીણિતાને કહ્યું કે, તમારે કંઈ કામ હોય અને મદદની જરુર હોય તો કહેજાે.. પરીણિતાએ પોતાનું ડ્રાઈવિંગ લાઈસન્સનું કામ પતિના બદેલ દક્ષેશને કરી અને દક્ષેશને મોકો મળી ગયો.
રિપોર્ટ્સ મુજબ ડ્રાઈવિંગ લાઈસન્સ માટે દક્ષેશે તેની બહેનની બહેનપણીને આરટીઓ આવી જવા માટે કહ્યું હતું. અહીંથી દક્ષેશ પરીણિતાને લઈને ડુમસ પહોંચ્યો હતો અને અહીં તેણીને નશાયુક્ત પીણું પીવડાવી દીધું હતું, આ પીણું પીધા પછી પરીણિતા બેભાન થઈ ગઈ હતી.
આ પછી દક્ષેશે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેના નગ્ન ફોટો અને વીડિયો લઈ લીધા હતા. આ પછી તેણે ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને ડરાવતો હતો. પોતાની અને પોતાના પરિવારની લાજ બચાવવા માટે પરીણિતા દક્ષેશ કહે તે પ્રમાણે કરતી રહી અને તે વારંવાર બળાત્કારનો ભોગ બની.
પરિણીતાએ આ બધી ઝંઝટમાંથી બહાર નીકળવા માટે દક્ષેશને અનેક વિનંતીઓ કરી અને પોતે આત્મહત્યા કરી લેશે તેવો ડર પણ બતાવ્યો હતો. પરંતુ દક્ષેશે સામી ધમકી આપીને કહ્યું કે હું જાે પોલીસ ફરિયાદ કરી તો હું જેલમાંથી છૂટીને તારા પતિ અને છોકરીઓને પતાવી દઈશ.
બહેનપણીના ભાઈ દક્ષેશ પર આંધળો વિશ્વાસ કરીને એક નાની મદદ માગવી પરિણીતાને એટલી ભારે પડી ગઈ કે તેને આખી વાત પતિને કયા મોઢે કહેવી તે સમજાતું નહોતું. આખરે તેણે હિંમત કરીને પતિને આખી વાત જણાવી દીધી. બાદ પરિણીતાએ દક્ષેશ સામે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આરોપી સામે કાર્યવાહી કરવા માટે પગલા ભરવાનું શરુ કર્યું છે.