પ્રાંતિજ પાસે આવેલ ડોડીપાર ખાતે ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો
પ્રાંતિજ: ગાંધીનગર જિલ્લાના માણસાના ડોડીપાર ખાતે ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડોડીપાર ગામની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
પ્રાંતિજ નજીક આવેલ ડોડીપાર ખાતે આજે ભારતીય માનક બ્યુરો અમદાવાદ ના સહયોગથી અને ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાંતિજ ના ઉપક્મે કાર્યક્રમ યોજાયો હતો જેમાં માનક બ્યુરો અમદાવાદ ના ડેપ્યુટી ડાયરેકટર આશુતોષ શુકલા હાજર રહીને હોલમાર્ક અને ISI માર્કો શું છે
તે માર્કાવાળીજ વસ્તુઓ શા માટે ખરીદવી તથા હોલમાર્ક એ ગુણવતાનુ પ્રતિક છે સોનાના ઘરેણા હોય હોલ માકીંગ વાળા જ ખરીદવા જોઇએ તે વિષેનું વિસ્તુત માર્ગદર્શન પુરૂ પાડયું હતું.
તો આ પ્રસંગે કિરણ બા ચૌહાણ, ડેરી ના મંત્રી જસવંતસિંહ રાઠોડ , જગદીશસિંહ રાઠોડ , પ્રતાપસિંહ રાઠોડ સહિત મોટી સંખ્યામાં ગામની મહિલાઓ ઉપસ્થિત રહી હતી
તો ગ્રાહક હિત સુરક્ષા મંડળ ની કામગીરી વિશે અને ગ્રાહક સુરક્ષા કાયદા ની વિસ્તૃત માહિતી પ્રમુખ નટુભાઈ બારોટ દ્વારા આપવામાં આવી હતી તો સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન રીટા બા રાઠોડ , સુધાબા રાઠોડ અને મુકેશભાઇ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું .