Western Times News

Gujarati News

૧૧ માં ત્રિદિવસીય AIA ઈન્ડસ્ટ્રીયલ એકસ્પો-૨૦૨૧ ખુલ્લું મુકાયું

(વિરલ રાણા દ્વારા) ભરૂચ : અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ ડી.એ.આનંદપુરા સાંસ્કૃતિક અને રમતગમતસંકુલ ખાતે યોજાયેલ ૧૧ માં ત્રિદિવસીય એઆઈએ ઈન્ડસ્ટ્રીયલ એકસ્પો ૨૦૨૧ નું ૪થી ફેબ્રુઆરી ના રોજ ગુજરાત ઔધોગિક વિકાસ નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક એમ.થેન્નારસનના વરદહસ્તે રીબીન કાપી ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

આ વેળાએ વહીવટી સંચાલક એમ.થેન્નારસન તથા લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ બલદેવભાઈ પ્રજાપતિ તથા મહાનુભાવોએ વિવિધ ઔદ્યોગિક સ્ટોલની મુલાકાત પણ લીધી હતી.

૧૧ માં એક્સ્પો માં સરકારની કોવિડ ગાઈડ મુજબ સામજીક સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે  દર વર્ષે કરતા આ વર્ષ એક્સ્પોમા વધારે ભીડ એક્ઠી ન થાય તે માટે ૫૦ ટકા સ્ટોલ ચાર ડોમમાં રાખવામાં આવ્યા છે.

આ સમારંભમાં ગુજરાત ઔધોગિક વિકાસ નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક એમ.થેન્નારસનને કોરોનાના કપરા સમય માં પણ ઉદ્યોગો ની કામગીરી ને બિરદાવવા સાથે આયાત કરવી પડતી ચીજ વસ્તુઓના ઉત્પાદન થી આત્મનિર્ભર તરફ ના પ્રયાસો કરવાના અભિગમની પ્રસંશા કરી હતી.

તો તેઓના વરદહસ્તે માઈક્રો,સ્મોલ,મીડીયમ અને લાર્જ ઈન્ડસ્ટ્રીયલ યુનિટો માંથી બેસ્ટ એકસપોર્ટ અને હાયર મેન્યુફેચરીંગ ટર્નઓવરની પ્રતિયોગિતામાં વિજેતા થયેલ તમામને એઆઈએ આનંદપુરા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

આ એઆઈએ ઈન્ડસ્ટ્રીયલ એકસ્પોની મુલાકાત ગુજરાતની નામાંકિત ઔદ્યોગિક વસાહતો જેવી કે વાપી,વટવા, ઝઘડિયા, નંદેસરી, દહેજ, પાનોલી, નરોડા, ભાવનગર, ઓઢવ સાયખા,વિલાયત તેમજ આસપાસના રાજ્યો માંથી પણ મોટી સંખ્યામાં મુલાકાતીઓએ ભાગ લીધો હતો.

આ સમારંભમાં પ્રેસિડન્ટ રમેશભાઈ ગાબાણી, જનરલ સેક્રેટરી વલ્લભભાઈ ચાંગાણી,એકસ્પો ચેરમેન પ્રવિણભાઈ તરૈયા સહિત જીલ્લાના તમામ ઉદ્યોગપતિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

એક્સ્પો માં ગુજરાત સહિત દેશ ની નામાંકિત લગભગ ૧૨૦ જેટલી કંપનીઓ તેવોના ઉત્પાદન નું નિદર્શન સાથે ભાગ લીધા છે.ત્યારે આસપાસના રાજ્યો માંથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ પણઆ એકસ્પોની મુલાકાત ત્રણ દિવસ દરમ્યાન લેશે તેવી  અપેક્ષા રાખવામાં આવી  છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.