Western Times News

Gujarati News

ATMમાં ટ્રાંઝેક્શન ફેલ થશે, બેલેન્સ ચેક અને ફંડ ટ્રાન્સફર ATM ટ્રાન્ઝેક્શનમાં ગણાશે નહીં

રિઝર્વ બેંકના પરિપત્ર મુજબ, જો એટીએમ પાસે રોકડ ન હોય અને જેના કારણે ટ્રાન્ઝેક્શન શક્ય નથી, તો બેંક અથવા એટીએમ સેવા આપનાર તેને માન્ય એટીએમ ટ્રાન્ઝેક્શન માનશે નહીં. વળી, જો કોઈ ગ્રાહક એટીએમમાં ​​ખોટો પિન દાખલ કરે છે અને તેના કારણે ટ્રાન્ઝેકશન નિષ્ફળ જાય છે, તો તે પણ માન્ય એટીએમ ટ્રાન્ઝેક્શન તરીકે માનવામાં આવશે નહીં.

RBI ની ગાઈડલાઈન પ્રમાણે દરેક બેંકે મહિને નોન મેટ્રો સીટીમાં 5 ATM ટ્રાન્ઝેકશન ફ્રી આપવા અને મેટ્રો સીટીમાં 3 ટ્રાન્ઝેકશન. જેમાં રોકડ ઉપાડવા સિવાયના ટ્રાન્ઝેકશનો પણ ગણવામાં આવતા હતા. હવે રોકડ ઉપાડ સિવાયના કોઈ પણ ટ્રાન્ઝેકશન ગણાશે નહિં અને માત્ર રોકડ રકમ ઉપડી હશે તે જ ગણવામાં આવશે. જો તમે મહિનામાં 3 વખતથી વધુ વખત રોકડ ઉપાડ માટે ATMનો ઉપયોગ કરો છો તો બેંક 20 રૂપિયા સુધી ચાર્જ લગાવી શકે છે.

આરબીઆઈએ કહ્યું છે કે આ નિષ્ફળ વ્યવહારો માટે બેન્કો ગ્રાહકો પાસેથી સર્વિસ ચાર્જ લઈ શકતી નથી. આરબીઆઈએ તેના પરિપત્રમાં કહ્યું છે કે, ‘અમારા ધ્યાનમાં આવ્યું છે કે બેંકોમાં મફત એટીએમ ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં ઘણી બાબતો શામેલ કરે છે, જેમ  કે તકનીકી કારણોસર ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય છે,અથવા તો એટીએમમાં ​​રોકડ ન હોય તેવા સંજોગોમાં વગેરે. ‘

રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે બેલેન્સ ચેકીંગ, ચેકબુક એપ્લિકેશન, કર ચૂકવણી, ભંડોળ ટ્રાન્સફર વગેરે જેવા એટીએમ ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં શામેલ કરવામાં આવશે નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.