અનુપમાનો મોડર્ન અવતાર જાેવા મળ્યો, ફિદા થયા ફેન્સ
મુંબઈ: ટેલિવિઝનના દર્શકોની સૌથી ફેવરિટ એક્ટ્રેસ રુપાલી ગાંગુલીએએ સોશિયલ મીડિયા પર તેની સ્ટનિંગ તસવીરો શેર કરી છે. વ્હાઈટ ટોપ, ચંકી બેંગલ્સ, ગ્રે કલરથી હાઈટલાઈટ કરેલા વાળ અને હાથમાં કોફી સાથે રુપાલી એકદમ મનમોહક લાગી રહી છે.
હાલ ચાર્ટમાં ટોપ પર રહેનારી અનુપમામાં લીડ રોલ પ્લે કરનારી રુપાલી ગાંગુલીનો ચહેરો ગ્લો કરી રહ્યો છે. આ સાથે એક્ટ્રેસે લખ્યું છે કે, બસ કોફી થઈ ગઈ.
સીરિયલમાં સાડી, હાફ સ્લીવનો બ્લાઉઝ અને ચોટલામાં જાેવા મળતી રુપાલીએ તેના મોર્ડન અવતારની અન્ય કેટલીક તસવીરો પણ શેર કરી છે. જેમાં બે તસવીરમાં તે લૂઝ પેન્ટ અને બ્લેક ટોપમાં દેખાઈ રહી છે. તેણે પોતાના વાળને હલકા કર્લ કર્યા છે. જ્યારે એક તસવીરમાં તે પ્લેઈન બ્લેક શર્ટમાં છે.
જેમાં તેના ચહેરા પર શાંતિના હાવ-ભાવ છે. આ સાથે તેણે લખ્યું છે કે. જીવનથી ભરેલું સ્વપ્ન. ફેન્સને પણ રુપાલની આ તસવીરો પસંદ આવી રહી છે અને તેના પર હાર્ટ, ફાયર ઈમોજી કોમેન્ટ કરી રહ્યા છે.
ઘણા વર્ષ બાદ અનુપમાથી ટીવી પર કમબેક કરનારી રુપાલી આમ તો સીરિયલમાં એક સાદી-સરળ સ્ત્રી છે. જે મોટી ઉંમરે કરિયર બનાવવામાં અને ઘર સંભાળવા વચ્ચે બેલેન્સ જાળવવા મથી રહી છે.
અનુપમા એક એવી સ્ત્રીની કહાણી છે, જેના પતિ વનરાજના તેની સેક્રેટરી કાવ્યા સાથે આડા સંબંધો છે. તે તેની પત્નીને પરિવાર સામે નીચા દેખાડવાની એક પણ તક જતી કરતો નથી. અનુપમાને વનરાજની હકીકતની જાણ થયા બાદ આસમાને આંબી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, વનરાજનો રોલ સુધાંશુ પાંડે અને કાવ્યાનો રોલ મદલાસા શર્મા નિભાવી રહી છે.
મોટાભાગના લોકો હજુ રુપાલી ગાંગુલીને તેના પોપ્યુલર કોમેડી શો સારાભાઈ દૃ/જ સારાભાઈની મોનિશા તરીકે ઓળખે છે. અને એવું લાગે છે કે, રુપાલી રિયલ લાઈફમાં પણ મોનિશા જેવી જ છે. હું રિયલ લાઈફમાં મોનિશા સારાભાઈ જેવી છું. મને હંમેશા હસવું અને મસ્તી કરવી ગમે છે અને મારી આસપાસના લોકો પણ હસતા રહે તેની ખાતરી હું કરું છું. મને ટીવી જાેવું ખૂબ ગમે છે. જાે કે, મારી પાસે એટલો સમય નથી. મારા માટે પરિવાર જ પ્રાથમિકતા છે અને કોઈ તેને રિપ્લેસ કરી શકે નહીં તેમં તેણે કહ્યું હતું.