અત્યાચારથી કંટાળીને પાકિસ્તાન છોડનારા 64 લોકોને ભારતે આપી નાગરિકતા

નવી દિલ્હી, પાકિસ્તાનમાં લઘુમતીઓ પરના અત્યાચાર નવી વાત નથી.જેના પગલે ઘણા લોકો કંટાળીને ભારત આવી જતા હોય છે.આવા જ 64 પાકિસ્તાની નાગરિકોને હવે ભારતે નાગરિકતા આપી દીધી છે.
મળતી વિગતો પ્રમાણે મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં તેમને નાગરિકતા અપાઈ હતી.તેઓ છેલ્લા કેટલાય સમયથી ઈન્દોરમાં જ રહેતા હતા અને નાગરિકતા માટે સરકાર સમક્ષ અરજી પણ કરી રાખી હતી.આખરે ગૃહ વિભાગે લીલી ઝંડી આપ્યા બાદ હવે તેમના નાગરિકતા આપી દેવાઈ છે.
ભારતીય નાગરિક બનીને ખુશખુશાલ થઈ ગયેલા આ લોકોએ કહ્યુ હતુ કે, અમે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રહેતા હતા.ત્યાં લઘુમતીઓ પર થતા અત્યાચારનો શિકાર બનીને અમે 13 વર્ષ પહેલા ભારત આવી ગયા હતા.અહીંયા શરણાર્થી બનીને રહેતા હતા.
જોકે ભારતીય નાગરિકતા નહી મળી રહી હોવાનુ દુખ હતુ પણ આખે 13 વર્ષે અમે ભારતના નાગરિક બનીને અનુભવી રહ્યા છે કે, જાણે અમને નવુ જીવન મળ્યુ હોય. આ 64 નાગરિકોએ નાગરિકતા બદલ સરકારનો અને જિલ્લા તંત્રનો આભાર પણ માન્યો હતો.