Western Times News

Gujarati News

સોનુ સુદને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત, બિલ્ડિંગનુ બાંધકામ તોડવા પર રોક લગાવી

નવી દિલ્હી, લોકડાઉન દરમિયાન રઝળી પડેલા લોકોને મદદ પહોંચાડીને રાતોરાત પ્રશંસા મેળવનારા અભિનેતા સોનુ સુદના ઘર પર કોઈ પણ જાતની કાર્યવાહી કરવા સામે સુપ્રીમ કોર્ટે હાલ પૂરતી રોક લગાવી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, મુંબઈ કોર્પોરેશને જુહુ વિસ્તારમાં આવેલા સોનુ સુદના ઘરમાં ગેરકાયદે બાંધકામ કરવા બદલ નોટિસ આપી હતી.કોર્પોરેશનનુ કહેવુ છે કે, 6 માળની  ઈમારતને સોનુ સુદે બાંધકામમાં બદલાવ કરીને હોટલ બનાવી દીધી છે.

જેની સામે સોનુ સૂદે હાઈકોર્ટમાં અપીલ કરી હતી.જોકે હાઈકોર્ટે તેના પર રોક લગાવવાનો ઈનકાર કર્યા બાદ અભિનેતાએ સુપ્રીમ િકોર્ટમાં અરજી કરી હતી.જેમાં તેણે કહ્યુ હતુ કે, ઘરમાં ઈન્ટરનલ રિનોવેશન પહેલા જ રોકી દેવાયુ છેઆ માટે નિયમ પ્રમાણે કોઈ મંજૂરી લેવાની જરુર નથી.જે રીનોવેશન થઈ ચુક્યુ છે તેને તોડી પાડવામાં ના આવે.

સોનુ સુદે પહેલા પણ કહ્યુ છે કે, બદલાવ કરવા માટે કોર્પોરેશનની પરવાનગી લીધી હતી.માત્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીની મંજૂરીની રાહ જોવાઈ રહી હતી.મેં હંમેશા કાનૂનુ પાલન કર્યુ છે.મહામારી સમયે આ ઈમારતને કોરોના વોરિયર્સના રહેવા માટે ઉપયોગમાં લેવાતી હતી.

જોકે હવે સોનુ સુદના બાંધકામ પર કાર્યવાહી નહીં કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે.સાથે સાથે સોનુ સુદ તરફથી કહેવાયુ છે કે, તેઓ સુપ્રીમ કોર્ટમાંથી પિટિશન પાછી ખેંચીને કોર્પોરેશન સાથે આ મામલાનો ઉકેલ લાવવા માટે જઈ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.