ભરૂચ સિવિલ રોડ પર કારનો ગમખ્વાર અકસ્માત : બેફામ ચાલતા વાહનો સામે પોલીસ કાર્યવાહી કરે તે જરૂરી
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, શનિવારની વહેલી સવારે એક હોન્ડા સીટી કાર નંબર ડીડી ૦૩ ઈ ૨૬૮૨ નો ચાલક પુર ઝડપે પોતાની કાર હંકારી ભરૂચ સિવિલ હોસ્પિટલ માર્ગ પર થી પસાર થઈ રહ્યો હતો.તે દરમ્યાન સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા માર્ગ ની બાજુના ફૂટપાથ પર પાર્ક કરેલ અન્ય ત્રણ વાહનોને અડફેટે લેતા ગમખ્વાર અક્સ્માર સર્જાયો હતો.
અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવતા ટોળા જામ્યા હતા.જોકે અકસ્માતમાં સદ્દનસીબે કોઈ જાનહાનિ ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.તો અક્સમાતના પગલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી એકત્ર થયેલા ટોળાને વિખેરી અકસ્માત સર્જનાર કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથધરી હતી.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે બેફામ હંકાર તા વાહન ચાલકો સામે પોલીસ પણ કોઈ કાર્યવાહી કરતી નથી જેના પગલે વાહન ચાલકોને મુખ્ય માર્ગો ઉપર મોકળું મેદાન મળી જતું હોય છે જેના પગલે બેફામ વાહનો હંકારતા અકસ્માત સર્જાતા હોય છે.ત્યારે પોલીસ પણ આવા બેફામ ચાલતા વાહનો સામે કાર્યવાહી કરે તે જરૂરી છે.એક તરફ માર્ગ સલામતી સપ્તાહ ની ઉજવણી કરાઈ રહી છે.તેવામાં આવા માર્ગ અક્સમાત સર્જાતા હોય ત્યારે તંત્ર દ્વારા થતી માર્ગ સલામતીની ઉજવણી માત્ર દેખાડા પૂરતી કરાતા હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.