Western Times News

Gujarati News

 પ્રાંતિજ ના મજરા ત્રણ રસ્તા પાસે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના મજરા ચોકડી ઉપર આજે વહેલી સવારે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માત બાદ ત્રણેય વાહનોમા લાગી આગ હતી તો આગ ના મા એક મહિલા બળીને ભથ્થુ થઇ ગઇ હતી અને અન્ય ત્રણ મહિલા અને એક ઈસમ ગંભીર રીતે દાઝી જતા ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં  .

અમદાવાદ -હિંમતનગર નેશનલ હાઈવે આઠ પ્રાંતિજ ના મજરા ચોકડી ઉપર આજે સવારે ૮|૩૦ કલાકે અમદાવાદ તરફથી આવતી સીએનજી ગેસ ની ગાડી  , પશુધાસ ચારો ભરેલ આઈસર તથા પીકઅપ ડાલા વચ્ચે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં સીએનજી ગેસ ની આઇશર તથા પશુધાસ ચારો ભરેલ આઈસર તથા પીકઅપ વચ્ચે એક ની પાછળ એક વાહનો ધુસી ગયાં હતાં જેમાં અકસ્માત બાદ સીએનજી ગાડી બોટલ ની ગાડી માથી ગેસ લીકેજ થઇ ભેદી ધડાકા સાથે આગ પકડી લેતા ત્રણેય વાહનો મા લાગી આગ હતી

જેમાં સીએનજી આઇશર  મા મુસાફરી કરી રહેલ સુમિત્રા બેન રતિલાલ ઝાલા ઉ.વર્ષ. ૪૦ રહે. છાલા મુળ રહે. સંતરામ પુર  કે જેવો આગમાં બળીને ભથ્થુ થઇ ગઇ હતી તો ત્રણ અન્ય મહિલા ઓ જેમાં ઝુલેખા બીબી ઈસ્માઈલ ભાઇ કાજી ૩૫ રહે. છાલા  , અમીનાબેન જાકીરભાઇ રાઠોડ ઉ.વર્ષ-૩૫રહે.છાલા , અફસાના બેન હનીફભાઇ કુરેશી ઉ.વર્ષ-૩૫ રહે.છાલા ત્રણ મહિલા ઓને પહેલા ૧૦૮ મારફતે પ્રાંતિજ અને વધુ સારવાર અર્થે ગાંધીનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા

તો  સીએનજી ગેસ આઇશર ચાલક કાંતિભાઇ મોહનભાઇ રાવળ ઉ.વર્ષ-૬૦ રહે.મુહુદા પણ ગંભીર રીતે શરીરે દાઝી જતા પહેલા પ્રાંતિજ અને વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા હતાં તો આ મહિલા ઓ મજરા પાસે આવેલ  ફેકટરી માં નોકરી આવતી હતી તો આગ ના સમાચાર મળતા પ્રાંતિજ ફાયર ફાયટર તથા હિંમતનગર ફાયર ટીમ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી હતી અને આગ હોલવી હતી

તો અકસ્માત ને લઈને નેશનલ હાઈવે આઠ ઉપર કતારો લાગી હતી તો ટ્રાફિક જામ અને અકસ્માત ના સમાચાર પ્રાંતિજ પોલીસ ને મળતા પ્રાંતિજ પોલીસ પણ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી ટ્રાફિક હળવો કર્યો હતો  .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.