ગંદી બાત ફેમ અભિનેત્રી ગહના વશિષ્ઠની ધરપકડ
મુંબઈ, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે અલ્ટ બાલાજીની વેબ સીરિઝ ‘ગંદી બાત’માં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ ગહના વશિષ્ઠની ધરપકડ કરી છે. તે સાથે જ પોલીસ ગહના સાથે કામ કરનારા બધા મોડલ, સાઈડ એક્ટ્રેસ અને પ્રોડક્શન હાઉસ પર નજર રાખી રહી છે. તેના પર એડલ્ડ ફિલ્મોના શૂટિંગ મોબાઈલ એપ અને વેબસાઈટ પર અપલોડ કરવાનો આરોપ છે.
ગહના ૧૦ ફેબ્રુઆરી સુધી પોલીસની કસ્ટડીમાં રહેશે. ઉલ્લેખનીય છે કે, ગહના ‘મિસ એશિયા બિકિની’નો ખિતાબ જીતી ચૂકી છે અને ઘણી એડ ફિલ્મોની સાથે-સાથે બોલિવુડ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.