Western Times News

Gujarati News

ઉત્તરાખંડમાં ગ્લેશિયર ફાટતાં તબાહી

ધૌલીગંગા નદીમાં પૂરની સ્થિતિથી આસપાસના લોકોને હટાવાયાઃ મૃતાંક વધે તેવી શક્યતા
નવી દિલ્હી, ઉત્તરાખંડના ચમોલી જિલ્લા ગ્લેશિયર ફાટતાં મોતી તબાહી મચી ગઇ છે. ચમોલી જિલ્લા જાેશીમઠમાં ગ્લેશિયર તૂટવાથી ધૌલીગંગા નદીમાં પૂર આવી ગયું. પાણી ઝડપથી આગળ વધી રહ્યું છે. આસપાસના વિસ્તારમાં પાણી ફેલાવવાની આશંકા છે, જાેકે આસપાસના વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. At least 125 missing, 7 bodies recovered; CM announces Rs 4 lakh relief to kin of deceased

તેનાથી ઋષિગંગા પ્રોજેક્ટને નુકસાન પહોંચ્યું છે. આઇટીબીપી, એનડીઆરએફ અને એસડીઆરજીની ઘણી ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. શ્રીનગર, ઋષિકેશ અને હરિદ્રારમાં એલર્ટ છે. ઉત્તરાખંડના સીએમ ત્રિવેંદ્ર સિંહ રાવતે ઘટનાસ્થળ પર પહોંચવાની સ્થિતિની જાણકારી લીધી છે. ઉત્તરાખંડ આઇટીબીપી ડીજી સુરજીત સિંહ દેસવાલના અનુસાર અત્યાર સુધી ૯-૧૦ લાશ મળી આવી છે. ત્યારે લગભગ ૨૫-૫૦ મજૂર ગુમ છે.

ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે જણાવ્યું કે તપોવન બંધમાં ૧૬ લોકોને પોલીસે સુરક્ષિત સ્થળે મોકલી દીધા છે. ઉત્તરાખંડ ફ્લેશ ફ્લડમાં બચાવ કાર્ય ચાલુ છે. એજન્સીઓના સૂત્રોના અનુસાર ઉત્તરાખંડ ત્રાસદીમાં પાણીના તેજ પ્રવાહની અસર હાલ હજુ સુધી ફક્ત શ્રીનગર સુધી જ જાેઇ શકાય છે.

મેદાન વિસ્તારો જેમકે ઋષિકેશ અને હરિદ્રારમાં હાલ તેના અસરની કોઇ સંભાવના નથી. કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં થોડીવારમાં નેશનલ ક્રાઇસિસ મેનેજમેન્ટ કમિટીની બેઠક થશે જેના લીધે પ્રેંજેટેશન તૈયાર કરવામાં આવી રહ્યું છે. કેબિનેટ સેક્રેટરીની અધ્યક્ષતામાં આ બેઠક થશે જેમાં ગૃહ સચિવ અને કેંદ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ ભાગ લેશે. ધૌલીગંગા નદીમાં પૂરની સ્થિતિ પેદા થઈ ગઈ છે અને પાણી ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે.

આસપાસના લોકોને હટાવવામાં આવી રહ્યા છે. અનેક ઘરો વહી ગયા હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જાેશીમઠ નજીક બંધ તૂટવાના પણ અહેવાલ છે. સમાચાર એજન્સી ભાષાના જણાવ્યાં મુજબ નંદાદેવી રાષ્ટ્રીય પાર્કથી નીકળનારી ઋષિગંગાના ઉપરના જળગ્રહણ ક્ષેત્રમાં તૂટેલી હિમશીલાથી આવેલા પ્રલયના કારણે ધૌલગંગા ઘાટી અને અલકનંદા ઘાટીમાં નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. તો સાથે જ રાજકોટના તંત્ર દ્વારા હરિદ્વાર ગયેલા તમામ પ્રવાસીઓને સુરક્ષિત સ્થળોએ સાવચેત રહેવા સૂચના આપી છે.

રાજકોટના ડીપીઓ પ્રિયાંક સિંઘ હાલ હરિદ્વારમાં સંપર્કમાં છે. હરિદ્વારમાં રહેતા ગુજરાતી સમાજમાં સંપર્ક કરવામાં આવ્યો છે અને તેઓને ક્યાંય બહાર ન જવા અને સુરક્ષિત જગ્યા પર રહેવા જણાવ્યું છે. સરકારી સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે.

તો બીજી તરફ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે ટેલિફોનીક વાતચીત કરીને ઉત્તરાખંડના ચમોલી તપોવન ખાતે સર્જાયેલી કુદરતી હોનારતમાં ફસાયેલા ગુજરાતના યાત્રિકોને તત્કાલ મદદ અને બચાવ રાહત તેમજ ઇજાગ્રસ્તોને સારવારમાં સહાયરૂપ થવા વિનંતી કરી છે. તેમણે આ સંદર્ભમાં રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકીમને ઉત્તરાખંડ પ્રશાસન સાથે સંપર્ક કરી ત્વરાએ કાર્યવાહી હાથ ધરવા સૂચનાઓ આપી છે.

પીએમ મોદીએ ટ્‌વીટ કરીને કહ્યું કે ઉત્તરાખંડની કમનસીબ ઘટનાનું સતત મોનિટરિંગ કરી રહ્યા છીએ. આખો દેશ અત્યારે ઉત્તરાખંડની પડખે છે અને દરેકની સલામતી માટે દેશ પ્રાર્થના કરે છે. વરિષ્ઠ અધિકારીઓ સાથે સતત વાત કરી રહ્યો છું અને એનડીઆરએફની તૈનાતી, બચાવ અને રાહત કાર્યો પર અપડેટ લઈ રહ્યો છું.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ઉત્તરાખંડમાં કુદરતી આફતની સૂચના અંગે મે મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત, ડીજી, આઈટીબીપી, ડીજી એનડીઆરએફ સાથે વાત કરી છે. તમામ સંબંધિત અધિકારીઓ લોકોને સુરક્ષિત કરવા માટે યુદ્ધ સ્તરે કામ કરી રહ્યા છે. એનડીઆરફની ટીમો બચાવકાર્ય માટે નીકળી ગઈ છે. દેવભૂમિને દરેક શક્ય મદદ અપાશે.

એનડીઆરએફની કેટલીક ટીમો દિલ્હીથી એરલિફ્ટ કરીને ઉત્તરાખંડ મોકલવામાં આવી રહી છે. અમે ત્યાંની સ્થિતિ સતત મોનિટર કરી રહ્યા છીએ. આ બાજુ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યું કે રાહતના સમાચાર એ છે કે નંદપ્રયાગથી આગળ અલકનંદા નદીનો પ્રવાહ સામાન્ય થઈ ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.