Western Times News

Gujarati News

યુવકને ONGCમાં નોકરી અપાવવાની લાલચ આપી લાખોની છેતરપીંડી

હાલોલમાં સરકારી નોકરી અપાવવાના બહાને લાખ્ખોનું કૌભાંડ! 

ગોધરા,  પંચમહાલ જિલ્લાના હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોકરી અપાવવાના બહાને લાખ્ખો રૂપિયાની છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર ભરતભાઈ કનુભાઈ પરમાર, રહે. કંજરી ગામ, તા. હાલોલ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 406, 420, 465, 467 અને 468 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ફરિયાદી મનુભાઈ છોટાભાઈ પટેલ  નિવૃત્ત, રહે. વડોદરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીએ પોતાની ઓળખ એફ.સી.આઈ.માં ડાયરેક્ટર તરીકે આપી તેમના પુત્ર હર્ષલકુમાર મનુભાઈ પટેલને ઓ.એન.જી.સી. ઈન્ડિયા લિમિટેડમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી. આરોપીએ નોકરી માટેના ઇન્ટરવ્યૂનું ખોટું કોલ લેટર તૈયાર કરી વિશ્વાસમાં લઈ ફરિયાદી પાસેથી કુલ રૂ. 7,78,950 પડાવ્યા હતા.
આ રકમમાંથી આરોપીએ રૂ. 3 લાખ પરત આપ્યા હોવા છતાં બાકીના રૂ. 4,78,950 હજુ સુધી પરત આપ્યા નથી. વધુમાં તપાસ દરમિયાન આરોપીએ અન્ય લોકોને પણ વિવિધ સરકારી વિભાગોમાં નોકરી અપાવવાના બહાને આશરે રૂ. 68 લાખ જેટલી રકમ પડાવી હોવાની વિગતો સામે આવી છે.
આ મામલે હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ  દ્વારા હાથ ધરવામાં આવી છે. પોલીસ આરોપીની શોધખોળ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.