અનુષ્કા શર્મા ડિલિવરી પછી એકદમ ફિટ લાગી રહી છે
મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા જાન્યુઆરીમાં મમ્મી બની છે. નવી મમ્મી અનુષ્કા હાલ તો સંપૂર્ણ ધ્યાન દીકરીને સાચવા પાછળ કેંદ્રિત કરી રહી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી અનુષ્કા શર્મા ડિલિવરી પછી એકદમ ફિટ લાગી રહી છે. એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં તેણે પોતાની ફેવરિટી એક્સેસરી વિશે જાણકારી આપી છે.
અનુષ્કાએ એક મિરર સેલ્ફી શેર કરીને લખ્યું, હાલની ફેવરિટ એક્સેસરી છે બર્પ ક્લોથ મતલબ કે દીકરીને દૂધ પીવડાવ્યા પછી તેનું મોં લૂંછવા માટે વપરાતું કપડું અનુષ્કા શર્માનું મનપસંદ બની ગયું છે. આ તસવીરમાં અનુષ્કા શર્મા પાઉટ કરતી જાેવા મળે છે. બ્લેક એથ્લેઝરમાં અનુષ્કા શર્મા એકદમ ફિટ લાગી રહી છે. અનુષ્કાની આ તસવીર જાેઈને કોઈ ના કહી શકે કે તેણે ૨૮ દિવસ પહેલા જ દીકરીને જન્મ આપ્યો છે. થોડા દિવસ પહેલા જ અનુષ્કા શર્માએ દીકરીની પહેલી તસવીર શેર કરીને તેનું નામ જણાવ્યું હતું.
પતિ વિરાટ અને દીકરી વામિકા સાથેની સુંદર તસવીર શેર કરીને અનુષ્કાએ લખ્યું હતું, અમે અમારું જીવન પ્રેમ, હાજરી અને કૃતજ્ઞતા સાથે જીવ્યા છીએ પરંતુ આ નાનકડી વામિકાએ અમારું જીવન જ બદલી નાખ્યું છે. આંસુ, હાસ્ય, ચિંતા, આશીર્વાદ આ લાગણીઓ અમે ઘણીવાર માત્ર મિનિટોમાં જ અનુભવી લઈએ છીએ. ઊંઘ હવે ગાયબ થઈ છે પરંતુ અમારું હૃદય એકદમ ભરેલું છે
તમારી સૌની પ્રાર્થનાઓ, શુભેચ્છાઓ અને સારી ઊર્જા માટે આભાર દીકરીના જન્મ પછી વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ખૂબ ખુશ છે. પેટરનિટી લીવ પૂરી કરીને વિરાટ કોહલી ટીમ ઈન્ડિયા સાથે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ રમવા જાેડાયો છે. ત્યારે અનુષ્કા દીકરીની સંભાળ રાખવામાં વ્યસ્ત છે. વિરાટે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે મેચ રમવાના અને જીતવાના રોમાંચને પિતા બન્યા પછી જે ખુશી અનુભવી રહ્યો છે તેની સાથે સરખાવી ના શકે. ક્રિકેટરના કહેવા પ્રમાણે, પિતા બનવું હંમેશા તેના જીવનની શ્રેષ્ઠ ક્ષણ રહેશે.