Western Times News

Gujarati News

વડાપ્રધાને સંસદમાં વિરોધ પક્ષના નેતા ગુલામ નબી આઝાદની પ્રશંસા કરી

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજયસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપતા આજે ગૃહમાં વિરોધ પક્ષના નેતા ગુલામ નબી આઝાદની પ્રશંસા કરી અને તેમનો આભાર માન્યો હતો તેમણે કહ્યું કે હું ગુલામ નબી આઝાદજીને સાંભળી રહ્યો હતો તેમના ભાષણમાં મધુરતા અને સૌમ્યતા હતી કંઇ પણ કંટુ શબ્દનો ઉપયોગ નહીં કરવો તે તેમની વિશેષતા રહી છે.

વડાપ્રધાને કહ્યું કે આપણે બધા સાંસદોએ આઝાદજીથી એ વસ્તુ શિખવાની જરૂરત છે વડાપ્રધાને કહ્યું કે હું તેમનો આદર કરૂ છું તેમણે જમ્મુ કાશ્મીરમાં થયેલ સ્થાનિક ચુંટણીની પ્રશંસા કરી તેમણે એ પણ કહ્યું કે મારા દિલમાં કાશ્મીર વસે છે આ સ્વાભાવિક છે હું તેમનો આભારી છું જમ્મુ કાશ્મીર આત્મનિર્ભર બને એવો વિશ્વાસ છે પરંતુ મને ડર લાગે છે કે તમે પ્રશંસા કરી.

વડાપ્રધાને આમ કહેતા જ સંસદમાં લોકો હસવા લાગ્યા હતાં ત્યારબાદ વડાપ્રધાન થોડીવાર માટે અટકી ગયા અને બાદમાં કહ્યું કે મને વિશ્વાસ છે કે તમારી પાર્ટીવાળા તેને યોગ્ય સ્પીરિટ (સંદર્ભ)માં લેશે આ દરમિયાન ગુલામ નબી આઝાદ પણ પોતાની બેઠક પર હસતા નજરે પડયા હતાં વડાપ્રધાને વિરોધ પક્ષ પર ટીપ્પણી કરતા કહ્યું કે કયાંક ભુલથી જી ૨૩નો મત માનતા ઉલ્ટ ન કરી દે.

પોતાના ભાષણના ક્રમમાં વિરોધ પક્ષ પર નિશાન સાધતા વડાપ્રધાને એક જગ્યાએ કહ્યું કે મને ખુશી છે કે હું તમારા કોઇ કામ તો આવ્યો કોરોના કાળમાં મેં તમે ખુબ સમય પોતાના ઘરમાં વિતાવ્યો હશે ખુબ કિચ કિચ થઇ હશે હવે જયારે મારી વિરૂધ્ધ આટલો ગુસ્સો નિકાળી તમારૂ મન પણ હળવું થયું હશે મોદી છે તક લો તેના પર પણ ગૃહમાં વાતાવરણ સામાન્ય થઇ ગયું હતું.

કૃષિ કાનુનોના બચાવમાં વડાપ્રધાને મનમોહનસિંહનો ઉલ્લેખ કર્યો અને કોંગ્રેસ પર યુ ટર્ન લેવાનો આરોપ લગવ્યો મોદીએ કહ્યું કે કૃષિ સુધાર કાનુનો પર મનમોહનસિંહની એક જુની વાતનો ઉલ્લેખ કર્યો જેમાં તેમણે કિસાનો માટે એક મુકત બજાર તૈયાર કરવા અને ભારતને એક મોટું એકીકૃત બજાર બનાવવાની વાત કરી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.