Western Times News

Gujarati News

અલ્લૂ અર્જુનની ૭ કરોડની વેનિટી વેનને અકસ્માત થયો

મુંબઈ: તેલુગૂ એક્ટર અલ્લૂ અર્જુન હૈદરાબાદમાં હતો ત્યાં તે તેની ફિલ્મ પુષ્પાનાં શૂટિંગ માટે આવ્યો હતો. અલ્લૂ અર્જુન તેની વેનિટી વેનથી સફ રકતો હતો જેનું નામ ફેલ્કન છે. ખમ્મમ સ્થિત એક જગ્યા પર તેની વેનિટી વેનનો એક્સિડન્ટ થયો હતો. સારી વાત તો એ છે કે તે સમયે વેનિટી વેનમાં અલ્લૂ અ્‌જુન ન હતો. વેનિટી વેનમાં હાજર મેકઅપ ટીમનાં કોઇ સભ્યને ઇજા થઇ ન હતી.

આ ઘટના ત્યારે થઇ જ્યારે વેનિટી આંધ્ર પ્રદેશનાં મરુદુમલીથી હૈદરાબાદ જઇ રહ્યાં હતાં. આ દરમિયાન એક અન્ય વાહનથી તેમની વેનિટી વેનને પાછળ ટક્કર વાગી હતી. દુર્ધટના બાદ સ્થાનિક લોકો વાહનની આજુ બાજુ ભેગા થઇ ગયા હતાં.

અને સેલ્ફી લેવા લાગ્યા હતાં. આ ઘટના બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનનાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કહેવામાં આવે છે કે આ દૂર્ઘટના ત્યારે તઇ જ્યારે વેનિટી વેનનાં ડ્રાઇવરે બ્રેક મારી અને પાછળ આવી રહેલી અન્ય ગાડી વેનિટી વેનમાં ઘુસી ગઇ. એક્ટરે થોડા વર્ષો પહેલાં જ આ શાનદાર વેનિટી વાન ખરીદી હતી.

ત્યારે તેનાં ફોટોજ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતાં અને તેની કેપ્શનમાં લખ્યું હતું કે, ‘મારા મગજમાં ફક્ત એક જ વાત આવે છે કે, લોકોએ મને ખુબજ પ્રેમ આપ્યો છે આ તેમનાં પ્રેમની તાકત છે કે હું આ બધુ ખરીદવાને કાબિલ બની શક્યો છું. આભાર. અલ્લૂની વેનિટી વેન ૭ કરોડ રૂપિયામાં ખરીદી હતી. તેની આ વેન ખુજ ખાસ છે

સામાન્ય રીતે સેલેબ્રિટી પાસે હોય છે અંદરથી આ વેનિટી ૫ સ્ટાર હોટલને માત આપે તેવી છે. ખાસ કરીને તેની ફરમાઇશ પર ડિઝાઇન કરવામાં આવી છે. અર્જુનની આ વેનિટી વાનનું નામ ફાલ્કન છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અલ્લૂ અર્જુન તેની અપકમિંગ ફિલ્મ પુષ્પામાં નજર આવશે. જેમાં તેનાં ઉપરાંત રશ્મિકા મદાના પણ કામ કરી રહી છે. આ ફિલ્મ ૧૩ ઓગસ્ટ ૨૦૨૧નાં રિલીઝ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.