Western Times News

Gujarati News

અમેરિકામાં મૃત્યુદંડની સજા ખતમ કરવાની કવાયત શરૂ કરાઇ

શિકાગો, અમેરિકી રાષ્ટ્રપતિ જે બાઇડને પોતાના દેશમાં કોઇ અપરાધીને મૃત્યુદંડ આપવાની જાેગવાઇ ખતમ કરવાની કવાયત શરૂ કરી દીધી છે.બાઇડને આ પગલુ ઉઠાવવાની જાહેરાત ગત વર્ષ નવેમ્બરમાં રાષ્ટ્‌પતિ પદની ચુંટણી જીત્યા બાદ કરી હતી અમેરિકી ઇતિહાસમાં મૃત્યુદંડનો વિરોધ કરનારા પહેલા રાષ્ટ્‌પતિ બનેલ બાઇડેને આ સજાની જાેગવાઇ હટાવવા માટે કાનુની સલાહ લેવાની શરૂઆત કરી છે.

એસોસિએટેડ પ્રેસના જણાવ્યા અનુસાર બાઇડેન પ્રશાસનના અધિકારીઓનું કહેવુ છે કે રાષ્ટ્રપતિ આગળ કોઇને મળનાર મૃત્યુદંડની સજા પર અમલ કરાવવાથી ન્યાય વિભાગને રોકતા પહેલા તમામ કાનુની પાસાઓને લઇ આશ્વસ્ત હોવાનું ઇચ્છે છે બાઇડેન એવું કરવામાં સફળ રહે છે તો આ સંધીય સરકાર તરફથી મહામારી દરમિયાન મૃત્યુદંડ આપવાના અભૂતપૂર્વ અભિયાનનો અંત હશે.

જાે કે બાઇડેનની સાથે મૃત્યુદંડની જાેગવાઇ ખતમ કરવાને લઇ ચર્ચામાં સામેલ રહેલ અધિકારીઓને આ મુદ્દા પર જાહેર રીતે કાંઇ પણ બોલવાનો અઘિકાર આપવામાં આવ્યો નથી વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન પાસ્કીએ પણ આ બાબતમાં પુછવા પર કહ્યું હતું કે તેમની પાસે આ મુદ્દા પર રજુ કરવા માટે કાંઇ નથી.

આગળ આપવામાં આવનાર મૃત્યુદંડને તાકિદના પ્રભાવથી રોકવ પર બાઇડેનની ઉપરથી મોતની સજાનો વિરોધ કરનારા સમૂહોનું દબાણ ઓછું થઇ શકે છે પરંતુ એવા સમૂહ તેનીથી પણ આગળની કાર્યવાહી ઇચ્છે ચે તેમની માંગ છે કે ટેરે હાઉતે ઇડિયાનામાં સંધીય ડેથ ચેંબો પર બુલડોઝર ચલાવવા ઇચ્છે છે આ સાથે તે મૃત્યુદંડને હંમેશા માટે સમગ્ર એમેરિકી બંધારણથી વિદાય આપવાની માંગ પણ કરી રહ્યાં છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.