ભુખથી અનાજની કીંમત નક્કી થશે નહીંઃ રાકેશ ટિકૈત
નવીદિલ્હી, કેન્દ્રના નવા કૃષિ કાનુનોના વિરોધમાં પાટનગર દિલ્હીમાં કિસાનોના આંદોલનને આજે ૭૫મો દિવસ છે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજયસભામાં કિસાનોથી આંદોલન ખતમ કરવાની અપીલ કરી છે. વડાપ્રધાને કિસાનોને વિશ્વાસ અપાવ્યો કે એમએસપી છે હતું અને રહેશે
તેના પર ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતનું કહેવુ છે કે અમે કયારે કહ્યું કે એમએસપી સમાપ્ત થઇ રહ્યું છે અમે તો કહ્યું કે એમએસપી પર એક કાનુન બનાવવામાં આવે જો આવો કાનુન બને છે તો દેશના તમામ કિસાનો લાભાન્વિત થશે હજુ એમએસપી પર કોઇ કાનુન નથી અને કિસાનોને વ્યાપારિઓ ગ્વારા લુંટવામાં આવે છે કિસાન નેતાએ આગળ કહ્યું કે એમએસપી પર કાનુન બનશે તો આ કિસાનો માટે લાભદાયક હશે દેશમાં ભુખથી વ્યાપાર કરનારાને બહાર કાઢી શકાશે દેશમાં અનાજની કીંમત ભુખથી નક્કી થશે નહીં. વડાપ્રધાનને અપીલ કરવી જાેઇએ કે ધારાસભ્ય અને સાંસદ પોતાની પેન્શન છોડે તેના માટે આ મોરચો આભાર વ્યકત કરશે.
દરમિયાન રાજયસભાના સંબોધનમાં મોદીએ કહ્યું કે ગત કેટલાક વર્ષોમાં એક નવી જમાત સામે આવી છે આંદોલન જીવીઓની આ વકીલોના આંદોલન હોય છાત્રોનું આંદોલન હોય બધી જગ્યાએ પહોંચી જાય છે આ આંદોલનજીવી પરજીવી હોય છે દેશને આ આંદોલનજીવીઓથી બચાવવાની જરૂરત છે કેટલાક બુધ્ધિજીવી હોય છે પરંતુ કેટલાક લોકો આંદોલનજીવી થઇ ગયા છે.દેશમાં કંઇ પણ હોય તે ત્યાં પહોંચી જાય છે કયારેક પડદાની પાછળ કયારેક ફ્રંટ પર એવા લોકોની ઓળખ કરી આપણ તેનાથી બચવું પડશે આ લોકો ખુદ આંદોલન ચલાવી શકતા નથી પરંતુ કોઇનું આંદોલન ચાલી રહ્યું હોય તો ત્યાં પહોંચી જાય છે આ આંદોલનજીવી જ પરજીવી છે જે દરેક જગ્યાએ મળે છે.HS