ગ્લેશિયર તૂટયા બાદ ટનલમાં ૮૦ મીટર સુધી મલબા હટાવ્યો
ચમોલી, ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં રવિવારે નંદા દેવી ગ્લેશિયરનો એક ભાગ તૂટવાના કરાણે ઋષિગંગા ઘાટીમાં અચાનક વિકરાળ પૂર આવી ગયું. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૨૦ લોકોના મોત થયા છે. જ્યારે ૧૫ લોકોને બચાવવામાં આવ્યા છે. જાે કે હજુ પણ અનેક લોકો ગુમ છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે જાેશીમઠના રૈણી ગામમાં ગ્લેશિયર તૂટવાના કારણે પેદા થયેલી આફત બાદ તરત ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. સ્થિતિની સમીક્ષા કરી. ત્યારબાદ તેમણે મૃતકોના પરિજનો માટે તાત્કાલિક ૪-૪ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી. આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૃતકના આશ્રિતોને ૨-૨ લાખની આર્થિક સહાયતા પ્રદાન કરવાની પણ જાહેરાત કરી. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટવાની ઘટનાથી ઋષિગંગા ઘાટીમાં આવેલા અચાનક વિકરાળ પૂરના કારણે હાલ પણ બચાવ કાર્ય ચાલુ છે.ટનલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. જેસીબીની મદદથી ટનલની અંદર જઈ રસ્તો ખોદવામાં આવી રહ્યો છે. હાલ સુધીમાં ૧૫ વ્યક્તિઓને રેસ્ક્યૂ કરી લેવાયા છે જ્યારે હજુ સુધી ૧૯ લોકોના મૃતદેહ અલગઅલગ સ્થળેથી મળ્યા છે.
ભારતીય વાયુસેનાએ કહ્યું છે કે આ ત્રાસદીમાં તપોવન હાઇડ્રો-ઇલેક્ટ્રિક પાવર ડૅમ જેને ઋષિગંગા પ્રોજેક્ટના નામે ઓળખવામાં આવે છે એ સંપૂર્ણ રીતે નષ્ટ થયો છે.પાણીનું સ્તર મોડી રાત્રે વધવાના કારણે આ બચાવ કાર્યને ગઈકાલે રાત્રે લગભગ એક કલાક માટે રોકી દેવામાં આવ્યું હતું પરંતુ મોડી રાત્રે આને ફરીથી શરૂ કરવામાં આવ્યું છે.
ડીજીપી અશોક કુમારે બચાવ કામગીરી ફરી શરૂ થવાનો એક વીડિયો ટ્વીટ કરી કહ્યું, “પાણીનું સ્તર વધવાથી બીજી ટનલમાં બચાવ કાર્ય અસ્થાયી રીતે રોકી દેવામાં આવ્યું હતું. બચાવ કામ ફરીથી શરૂ થઈ ગયું છે. મશીન ફરીથી સુરંગમાં પ્રવેશ દ્વારથી કીચડ હઠાવવાની કામગીરી કરી રહ્યા છે. કેટલીક એજન્સી ખોટી જાણકારી આપી રહી છે.”ઉત્તરાખંડના ચમોલીમાં જિલ્લામાં ગ્લેશિયર (હિમશિલા કે હિમનદી) તૂટવાથી નદીમાં તોફાન આવ્યું છે.
નદી પરના અનેક બંધો તૂટવાની સાથે પૂરનો ખતરો પણ તોળાઈ રહ્યો છે અને ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે.ગ્લેશિયર તૂટવાને પગલે ધૌલીગંગા નદીમાં મોટું પૂર આવ્યું છે અને ઋષિગંગા પાવર પ્રોજેક્ટ પર કામ કરનારા ૧૫૦ મજૂરો લાપતા હોવાની આશંકા હતી પણ હવે સીએમ રાવતની પત્રકાર પરિષદમાં જાહેરાત અનુસાર ૧૨૫ લોકો લાપતા છે અને સ્થિતિ કાબૂમાં છે.ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટ્યા પછી આવેલી આફત પછી મુખ્ય મંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવતે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે આ ઘટનામાં અંદાજે ૧૨૫ લોકો ગાયબ છે અને સાત મૃતદેહ મળ્યા છે.આની સાથે જ મુખ્ય મંત્રી રાવતે કહ્યું છે કે આ ઘટનામાં ૧૮૦ ઘેટાં-બકરીઓ વહી ગયા છે અને જે જગ્યાએ ગ્લેશિયર તૂટ્યો છે ત્યાંના રૈણી ગામમાં હાલ સુધીમાં પાંચ લોકોના મૃત્યુની જાણકારી છે.
તેમણે કહ્યું કે આ દુર્ઘટનામાં સ્થાનિક લોકોને ઓછી જાનહાનિ થવાની સંભાવના છે કારણ કે બંધ પર કામ કરનારા સ્થાનિક લોકો રવિવારે રજા પર રહે છે.હાલ સુધી જરૂરિયાત પ્રમાણે અમારી પાસે તમામ સંશાધન છે. હૅલિકૉપ્ટર પર્યાપ્ત પ્રમાણમાં છે.HS