કૃષિ કાયદાઓ પર સંસદમાં સારી રીતે ચર્ચા થવી જાેઈએ: પૂર્વ ઉપરાષ્ટ્પતિ
નવીદિલ્હી, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ નવા કૃષિ કાયદા પર વાત કરી હતી. તેમણે સોમવારે કહ્યું હતું કે જ્યારે તમે આવા કાયદાઓનો લાગુ કરવા માંગતા હો, તો સંસદમાં તે મુદ્દે યોગ્ય રીતે ચર્ચા થવી જાેઈએ અને દરેકનો અભિપ્રાય પણ લેવો જાેઈએ. તેમણે કહ્યું કે આ કાયદાઓ અંગે સંસદમાં ચર્ચા ઓછી થઈ છે. જાે આ બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું હોત, તો આવી સ્થિતિ આવી ન હોત.
તેમણે કહ્યું કે આખો દેશ જાેઈ રહ્યો છે, શું થઈ રહ્યું છે? આ વિશે દરેકના જુદા જુદા મંતવ્યો છે. ખેડુતો અને સરકારમાં બેસેલા લોકો ભારતના નાગરિક છે. આ મામલો એટલી હદે પહોંચવો ન જાેઇતો હોવો જાેઈએ અને તેનું સમાધાન લાવી દેવું જાેઈએ. તેમણે કહ્યું કે આપણા દેશની સરકારો હંમેશા આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે કેટલીકવાર તેઓ નિયંત્રણ બહાર થઈ જાય છે.
પાડોશી દેશો સતહ ભારતના સંબંધો પર તેમણે કહ્યું હતું કે ભારત અને ચીન બંને મોટા દેશ છે અને સૌથી નજીકના પાડોશી પણ છે. તેઓ જાણે છે કે બંનેનું સાથે રહેવું પણ જરૂરી છે. રક્ષા મંત્રી રાજનાથસિંહે અનેક વખત કહ્યું હતું કે અમે સતત ચીન સાથે વાતચીત કરી રહયા છીએ. વાતચીત દ્વારા દરેક સમસ્યાનું નિવારણ કરી શકાય છે.
અસલામતીને લગતા તેમના વિવાદાસ્પદ નિવેદનો પર તેમણે કહ્યું કે મેં કશું નવું કહ્યું નથી. જાે તમે મારા નિવેદનો પર નજર નાખો, તો મે ૧૦ વર્ષમાં ૫૦૦ વખત કહ્યું છે. મેં ઘણા મુદ્દાઓ પર વાત કરી છે. મારા કાર્યકાળના અંતિમ દિવસે મેં તે વિષય પર શા માટે વાત કરી તે કહેવું ખોટું હશે? જે લોકો આવું બોઌ રહ્યા છે, તેઓએ ન તો મારું પુસ્તક વાંચ્યું છે અને ન તેમને મારું ભાષણ સાંભળવામાં વધારે રસ છે
પોતાનું નવું પુસ્તક ‘બાય મેની એ હેપ્પી એક્સિડન્ટ’ વિશે તેમણે કહ્યું કે તેઓ કોલેજના દિવસોમાં ઁરડ્ઢ કરીને યુનિવર્સિટીમાં ભણાવવા માંગતા હતા. પરંતુ તેની માતાના કહેવા પર, તેમણે સિવિલ સર્વિસની પરીક્ષામાં ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે કહ્યું કે આ પુસ્તકમાં તેમના જીવનની આવી નાની નાની વાતો અથવા સંયોગો વિશે જણાવવામાં આવ્યું છે.