પોલીસ જવાને માતા-પિતાની હત્યા કરી લાશોને આગ ચાંપી
હરિયાણા, હરિયાણાના સોનિપત જિલ્લામાં એક રૂંવાડા ઊભા કરતો મામલો સામે આવ્યો છે. પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે કાર્યરત દીપકે પહેલા તો પોતાના માતા-પિતા રામધન અને કિતાબોની કુહાડીથી હુમલો કરીને હત્યા કરી દીધી અને પછી બંને લાશોને આગ ચાંપી દીધી. બાદમાં તેણે પોતે પણ આત્મહત્યા કરી લીધી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મામલાની તપાસમાં લાગી ગઈ.
નોંધનીય છે કે, દિલ્હી પોલીસમાં કાર્યરત હેડ કોન્સ્ટેબલ દીપકે ઘરેલુ કંકાસાન કારણે પોતાના પિતા રામધન અને માતા કિતાબોની પહેલા તો કુહાડીથી ઘા મારીને હત્યા કરી દીધી અને બાદમાં ક્રૂરતાની તમામ હદો વટાવીને લાશો પર જ્વલનશીલ પદાર્થ છાંટીને આંગ ચાંપી દીધી. પછી પોતાના રૂમમાં જઈને ઝેરી પદાર્થ ગટગટાવી જઈ આત્મહત્યા કરી લીધી. પરિજનો દીપકને લઈ હૉસ્પિટલમાં લઈને પહોંચ્યા જ્યાં ડૉક્ટરોએ તેને સોનીપત સિવિલ હૉસ્પિટલ રેફર કરી દીધો. અહીં સારવાર દરમિયાન તેનું મોત થયું. ઘટનાની જાણ થતાં જ સોનીપત પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મામલાની તપાસ શરુ કરી દીધી.
પોલીસે બંને લાશોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. આ મામલામાં જાણકારી આપતાં ડીસીપી ડૉ. રવિન્દ્રએ જણાવ્યું કે દિલ્હી પોલીસમાં હેડ કોન્સ્ટેબલના પદ પર તૈનાત દીપકે પહેલા તો પોતાના માતા-પિતાની કુહાડી મારીને હત્યા કરી દીધી અને બાદમાં લાશોને આગને હવાલે કરી દીધી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને પુરાવા એકત્ર કરીને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર મામલાનો ખુલાસો થવાની શક્યતા દર્શાવી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે દીપકે ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા કરી દીધી. મામલાની તપાસ ચાલી રહી છે.SSS