Western Times News

Gujarati News

GSTના વિરોધમાં ૨૬મીએ કૈટ દ્વાર ભારત બંધનું એલાન

નવી દિલ્હી, કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા-સીએઆઈટીએ જીએસટી વિરુદ્ધ ૨૬મી ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન કર્યું છે. સીએઆઈટીના ભારત બંધને સમર્થન આપતા ટ્રાન્સપોર્ટ સેક્ટરના સૌથી મોટા સંગઠન ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશને પણ ૨૬ ફેબ્રુઆરીએ દેશભરમાં ચક્કાજામ કરવાનું એલાન કરી દીધું છે.

નાગપુરમાં સીએઆઈટી આજથી શરુ થયેલા ત્રણ દિવસના રાષ્ટ્રીય વ્યાપાર સંમેલનમાં આ એલાન કરવામાં આવ્યું હતું, આ એલાન સીએઆઈટીના રાષ્ટ્રીય પ્રમુખ બીસી ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલ સહિત ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશન પ્રમુખ પ્રદીપ સિંધલે સંયુક્ત રીતે કર્યું હતું. આ સંમેલનમાં દેશના તમામ રાજ્યોના ૨૦૦થી વધુ મુખ્ય વ્યાપારી નેતાઓએ હિસ્સો લઇ રહ્યા છે.

સંમેલન દરમિયાન સંસ્થાએ જીએસટી કાઉન્સિલ દ્વારા જીએસટીના માળખાને પોતાના ફાયદા માટે તૈયાર કર્યું હોવાના આરોપ લગાવ્યા હતા. સીએઆઈટીનું કહેવું હતું કે જીએસટી સંપૂર્ણ રીતે નિષ્ફળ ટેક્સ સિસ્ટમ છે. તેના મૂળ માળખા સાથે છેડછાડ કરવામાં આવી હતી. સંસ્થા મુજબ રાજ્ય સરકારો તેના સ્વાર્થના લીધે ટેક્સ સિસ્ટમને સરળ બનાવવામાં રસ દાખવી નથી રહી. દેશના વ્યાપારીઓ ધંધો કરવાને બદલે આખો દિવસ જીએસટીના ચક્કરમાં વ્યસ્ત રહે છે.

સીએઆઈટીના રાષ્ટ્રીય પ્રમુખ મુજબ જીએસટીની માથાકૂટ દેશની અર્થવ્યવસ્થા માટે પ્રતિકૂળ પરિસ્થિત છે. એવામાં જીએસટીના વર્તમાન માળખા પર નવેસરથી વિચારવાની જરુર છે. ચાર વર્ષમાં આશરે ૯૩૭થી વધુ વાર સુધારા કર્યા પછી જીએસટીનુ મૂળ માળખું બદલાઇ ગયુ છે. તેમના મુજબ વારંવાર કહેવા છતાં પણ જીએસટી કાઉન્સિલ એ કૈટની ભલામણોની અવગણના કરી છે અને વ્યાપારીઓએ પોતાનો અવાજ સંભાળવવા માટે ભારત વ્યાપાર બંધનો સહોર લવો પડે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.