અમદાવાદમાં માસ્ક વગરના રોજના ૨૦૦૦ કેસથી ઘટી ૬૦૦ થયા
અમદાવાદ, ૨૩મી જાન્યુઆરી સુધીમાં શહેરમાં લોકો દ્વારા માસ્કના નિયમનું ઉલ્લંઘન કરવા બદલ ૨ હજાર જેટલા કેસ નોંધાતા હતા. આજે તે ઘટીને ૬૦૦ જેટલા થઈ ગયા છે. ધરખમ ઘટાડા પાછળનું કારણ? રાજ્ય સરકારે જાહેર કરેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. સરકારે ૨૩મી જાન્યુઆરીએ ચૂંટણીની જાહેરાત કરી ત્યારથી, શહેર પોલીસ કે જે પહેલા માસ્ક વગર રસ્તા પર રખડતા જાેવા મળતા લોકોને પકડી-પકડીને દંડ વસૂલતી હતી, તેમનો હવે અચાનકથી જ ઉલ્લંઘન તરફ ઉદાસ અભિગમ જાેવા મળી રહ્યો છે.
માસ્કના ગુનાઓની નોંધણીમાં તીવ્ર ઘટાડો જાેવા મળ્યો છે. ચૂંટણી જાહેર થયાના દિવસથી, માસ્કના ગુનામાં ૭૩ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. ૨૩મી જાન્યુઆરીએ શહેર પોલીસે માસ્ક ન પહેરવા બદલના ૨,૧૮૭ કેસ નોંધ્યા હતા. બીજા જ દિવસે તે ઘટીને ૧,૩૬૭ થયા હતા. શનિવારે પોલીસે માત્ર ૬૦૦ કેસ જ નોંધ્યા હતા.
શહેરના પોલીસ અધિકારીઓએ કહ્યું કે, તેમને ઉપરથી જ માસ્કના નિયમનો ભંગ કરનાર લોકો પ્રત્યે કૂણું વલણ દાખવવાનો આદેશ આપવામાં આવ્યો છે. અમને કહેવામાં આવ્યું છે કે ૧ હજાર રૂપિયાનો દંડ વસૂલવો નહીં અથવા માસ્ક વગર ઝડપાતા ગુનેગારો સામે એફઆઈઆર નોંધવી નહી, કારણ કે તેનાથી મામલો ઉગ્ર બની શકે છે અને તેની અસર ચૂંટણી પર થઈ શકે છે. અમે માસ્ક વગર ફરતા લોકોનું કાઉન્સેલિંગ કરીએ છીએ, તેમ નામ ન કહેવાની શરતે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
એક સીનિયર પોલીસ અધિકારીએ કહ્યું કે, ‘કોવિડ ૧૯થી સંક્રમિત થવાથી બચવા માટે લોકોએ માસ્ક પહેરવાની ટેવ કેળવી લીધી છે. ઘણા લોકોને રસી પણ આપવામાં આવી છે, જેના કારણે ઈન્ફેક્શનના કેસમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે’. શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે કહ્યું કે, આ બધું સ્થિતિ પર આધારિત છે. શહેરમાં કોરોના વાયરસમાં ઘટાડો અને ઝીરો મૃત્યુની સાથે ઓછા કેસ નોંધાયા છે.SSS