Western Times News

Gujarati News

અરવલ્લી: સુરતથી અજમેર જતી લકઝરી બસ માલપુરના ચોરીવાડ નજીક પલ્ટી

ગુજરાતના માર્ગો પર લકઝરી બસ પલટી જવાની ઘટનાઓ સતત બની રહી છે આવી જ એક વધુ ઘટના અરવલ્લી જીલ્લામાં બની હતી જેમાં સુરત થી અજમેર જઈ રહેલ લકઝરી બસ માલપુરના ચોરીવાડ નજીક લકઝરી બસના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ઘુમાવતા બસ પલટી જતા એક યુવતી ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અન્ય મુસાફરોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા અકસ્માતની ઘટનાના પગલે માલપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માતના પગલે સર્જાયેલ ટ્રાફિકજામ પૂર્વરત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

મોડાસા-ગોધરા હાઈવે પર સુરત થી અજમેર જતી કે.ટ્રાવેલ્સ લખેલ ખાનગી લકઝરી બસ ગુરુવારે પરોઢિયે માલપુરના ચોરીવાડ નજીક પસાર થતા સમયે લકઝરી બસના ચાલકે અગમ્ય કારણોસર સ્ટિયરિંગ પરથી કાબુ ઘુમાવતા લકઝરી બસ ધડાકાભેર પલ્ટી જતા બસમાં ગાઢ નિંદ્રામાં રહેલા મુસાફરોએ ચિચિયારીઓ પાડી મૂકી હતી

અકસ્માતના પગલે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા માલપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી લકઝરી બસમાં ફસાયેલ મુસાફરોને બહાર કાઢ્યા હતા એક યુવતીના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા અન્ય મુસાફરોના શરીરે સામાન્ય ઈજાઓ પહોંચતા અકસ્માતના સ્થળે દોડી આવેલા લોકોએ અને માલપુર પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો ચોરીવાડ નજીક પરોઢિયે એમ્બ્યુલન્સના સાયરન ના અવાજ થી સમગ્ર માહોલ ગુંજી ઉઠ્યો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.