મહારાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માત, બસ કન્ટેઈનર ટ્રકની ટક્કરમાં ૧૩ના મોત
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના ધૂલેમાં રવિવારે રાતે મોટો અકસ્માત સર્જાયો. જેમાં ૧૩ લોકોના મોત થયા. જ્યારે ૧૫થી ૨૦ લોકો ઈજાગ્રસ્ત થયા. મહારાષ્ટ્રના ધૂલે જિલ્લામાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ અકસ્માતનો ભોગ બની. આ બસ ઔરંગાબાદથી ધૂલે તરફ જઈ રહી હતી. તે સમયે તેની ટક્કર સામેથી આવતા એક કન્ટેઈનર ટ્રક સાથે થઈ. જેમાં ૧૩ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં.
ઘાયલોમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે રેસ્ક્યુ ઓપરેશન દ્વારા ઘાયલો અને મૃતદેહોને બસથી બહાર કાઢ્યા અને હોસ્પિટલ માટે રવાના કર્યાં. જ્યાં કેટલાક લોકોની હાલત ગંભીર છે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે હજુ મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે કેટલાક મુસાફરોની સ્થિતિ ગંભીર છે. જો કે ડોક્ટર તેમની સારવાર કરી રહ્યાં છે.
પરંતુ ડોક્ટરોએ હાલ કઈ પણ કહેવાનો ઈન્કાર કરી દીધો છે. રવિવારે રાતે ૧૦.૩૦ કલાકે શાહદા-ડોંડીચા માર્ગ પર નિમગુલ ગામ પાસેની છે. જ્યાં મુસાફરોને લઈને ઔરંગાબાદથી ધૂળે જિલ્લા તરફ જઈ રહેલી બસની ટક્કર સામેથી આવતા કન્ટેઈનર ટ્ર્ક સાથે થઈ. ત્યારબાદ બસ બેકાબુ બનીને પલટી ગઈ અને અકસ્માતમાં ૧૩ લોકોના મોત થયાં.